જુલાઈ મહિનો ઈતિહાસમાં સૌથી ગરમ રહ્યો, વિશ્વના ઠંડા વિસ્તારો પણ ગરમીની ચપેટમાં

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઘણી વખત જુલાઈ મહિના સુધી ભારે ગરમીનો અનુભવ થતો જોવા મળ્યો છે, પરંતુ આ વખતે ખાસ આ વિસ્તારોમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો નથી, પરંતુ આ વખતે વિશ્વના ઠંડા રહેતા વિસ્તારોને આ ભારે ગરમીની ઝપેટમાં આવી ગયા છે. જેના કારણે આ વર્ષે જુલાઈ મહિનો અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ગરમ રહ્યો છે. આ મહિનો પૂરો હજુ પૂરો નથી થયો પરંતુ તે પહેલા જ તેને અત્યાર સુધીની સૌથી ગરમ જુલાઈની ઉપાધી મળી ગઈ છે. સમગ્ર વિશ્વમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેના કારણે ઉત્તર અમેરિકા, ચીન અને યુરોપ જેવા દેશોમાં ઓછી ગરમી વાળા વિસ્તારો ખરાબ હાલતમાં છે.
ઘણી જગ્યાએ તાપમાન ૫૦ ડિગ્રીની નજીક પહોંચી જતાં લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન પણ થયા હતા. તેની અસર લોકોના આરોગ્ય પર પણ પડી છે અને લોકો બીમાર પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકો અનુસાર, લાંબા સમયથી ક્લાઈમેટ ચેન્જની ચેતવણી આપવામાં આવી રહી હતી, પરંતુ હવે તે આપણી નજર સામે આવી ગયું છે. પ્રકૃતિમાં ભયાનક ફેરફારોના કારણે આ પરિણામ ભોગવાનો વારો આવી ગયો છે. વિશ્વ હવામાન સંસ્થા સાથે જોડાયેલા એક નિષ્ણાતએ કહ્યું કે, આ પ્રકારનું ક્લાઈમેટ ચેન્જ પ્રત્યેનું વલણ ચિંતાનો વિષય છે. પરંતુ હવે એવું લાગે છે કે તેનાથી બચવું મુશ્કેલ બનશે અને આવનારા વર્ષોમાં આવી જ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. વૈશ્વિક સરેરાશ તાપમાન પણ ઝડપથી વધી રહ્યું છે. આનું પરિણામ એ છે કે, ઠંડા વિસ્તારોમાં પણ ગરમીનું મોજું ચાલી રહ્યું છે. નિષ્ણાત અનુસાર, આ એક એલાર્મ છે અને આપણે જાગૃત રહેવું જોઈએ અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પ્રયત્નો શરૂ કરવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ કહ્યું કે, વિશ્વભરમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે.
આપણે ક્લાઈમેટ ચેન્જની વાસ્તવિકતાને સમજવી પડશે, નહીં તો આપત્તિજનક દ્રશ્યોની શરૂઆત થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ કહે છે કે, આટલી તીવ્ર ગરમી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે તેની અસર આર્થિક ગતિવિધિઓ પર પણ પડી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, શીત લહેરના કારણે અમેરિકાને વાર્ષિક ૧૦૦ બિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. આને રોકવા માટે, અમેરિકાએ તરત જ એક અબજ ડોલરનું ફંડ બહાર પાડયું છે જેથી કરીને શહેરો અને ગામોમાં વૃક્ષો વાવવામાં આવે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અમેરિકા અને યુરોપમાં હીટ સ્ટ્રોક સામાન્ય નથી. આ કોઈ કુદરતી ઘટના નથી પરંતુ માનવીની વધુ પડતી ગતિવિધિઓને કારણે પ્રકૃતિમાં આ પરિવર્તન આવ્યું છે, જે આવનારા દિવસો માટે ચેતવણીરૂપ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here