ભારત ફ્રાન્સ પાસેથી ૨૬ રાફેલ જેટ અને ૩ સ્કોર્પિયન સબમરીન ખરીદશે

ફ્રાન્સ: એરક્રાફટ કેરિયર્સ આઇએનએસ વિક્રમાદિત્ય અને વિક્રાંત મિગ-૨૯ ઓપરેટ કરી રહ્યાં છે અને બંને કેરિયર્સ પર ઓપરેશન માટે રાફેલ જરૂરી છે. આ સાથે ત્રણ સ્કોર્પિયન કલાકસ સબમરીન નૌકાદળ દ્વારા પ્રોજેકટ-૭૫ના ભાગ રૂપે પુનરાવર્તિત કલમ હેઠળ હસ્તગત કરવામાં આવશે. ત્યારબાદ તે મુંબઇમાં મઝાગોન ડોકયાર્ડસ લિમિટેડમાં બનાવવામાં આવશે. આ સોદાઓની કિંમત રૂપિયા ૯૦ હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે જો કે આ સોદાની સાચી કિંમત કરારની વાટાઘાટો પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. પેરિસની હોટલની બહાર જયાં તેઓ રોકાશે ત્યાં ભારતીય મૂળના લોકોએ ભારત કી જયના નારા સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યુ. આ પહેલા વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન એરપોર્ટપર મોદીનું સ્વાગત કર્યુ હતું. અહીં તેમનું રેડ કાર્પટ બિછાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સીલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેરિસની બે દિવસીય મુલાકાતના એક દિવસે આ યોજનાને મંજૂરી આપી હતી. ભારતીય નૌકાદળને ચાર ટ્રેનર એરક્રાફટ સાથે ૨૨ સિંગલ-બેઠક રાફેલ સી પ્લેન મળશે. નૌકાદળ આ લડાયક જેટ અને સબમરીનને તાત્કાલિક હસ્તગત કરવા માટે દબાણ કરી રહ્યું હતું. કારણકે તેઓ સમગ્ર દેશમાં સુરક્ષા પડકારોને પગલે અછતનો સામનો કરી રહયા હતા. ભારતીય નૌકાદળ તેના એરક્રાફટ કેરિયર આઇએનએસ વિક્રમાદિત્ય અને વિક્રાંત પર તૈનાત કરવા માટે જૂના મિગ-૨૯ને બદલવા માટે યોગ્ય એરક્રાફટ શોધી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here