ભારત જોડો ન્યાય યાત્રામાં હંગામોઃ લાઠીચાર્જમાં કોંગ્રેસી નેતા ઘાયલ

આસામ: રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મંગળવારે ગુવાહાટી પહોંચી હતી, જેને આસામ પોલીસે રોકી હતી. રાહુલ તેમના કાફલા સાથે ગુવાહાટી શહેરમાંથી પસાર થવા માંગતા હતા, પરંતુ પ્રશાસને મંજૂરી આપી ન હતી.પોલીસે ગુવાહાટી સિટી તરફ જતા રસ્તાને બેરિકોડ કરી દીધા હતા. આ પછી કોંગ્રેસ સમર્થકોને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. તેઓએ બેરિકોડ તોડી નાખ્યા.
આ ઘટના અંગે રાહુલે કહ્યું કે બજરંગ દળ અને જેપી નડ્ડાની રેલી એ જ રૂટ પરથી નીકળી હતી જયાં અમારી યાત્રા રોકવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પરના બેરિકેડસ હટાવ્યા છે, પરંતુ અમે કાયદો તોડયો નથી. કોગ્રેસનું કહેવું છે કે પોલીસના લાઠીચાર્જમાં આસામના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા,વિધાનસભામાં નેતા વિપક્ષ દિબવ્રત સૈકિય પણ ઘાયલ થયા છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએકહ્યું, ‘આવું વર્તન આસામી સંસ્કૃતિનો ભાગ નથી.આ નકસલવાદી પ્રવૃત્તિઓ અમારી સંસ્કૃતિથી અલગ છે. મેં આસામ પોલીસના ડીજીપીને ટોળાને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી સામે એફઆઇઆર નોંધવા અને પુરાવા તરીકે કોંગ્રેસ દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.’ વાસ્તવમાં,આસામ પોલીસે કાર્યકારી દિવસનું કારણ આપીને ન્યાય યાત્રાને શહેરની અંદર લઇ જવાની ના પાડી દીધી હતી. પોલીસે કહ્યું હતું કે જો ન્યાય યાત્રા આજે શહેરમાં જશે તો ટ્રાફિક વ્યવસ્થા બગડશે.તેથી વહીવટીતંત્ર રેલીને નેશનલ હાઇવે પર જવાનો નિર્દેશ આપ્યો છે.
‘દેશમાં કોઇ રામ લહેર નથી’: પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ બોલ્યા રાહુલ ગાંધી
ગઇકાલે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે આ આમંત્રણ ઠુકરાવી દીધી હતું. ત્યારે હવે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ આજે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ આજે આસામના ગુવાહાટીમાં મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, દેશમાં કોઇ રામ લહેર નથી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પ્રાણ પ્રતિષ્ઠાને પીએમ મોદીનો કાર્યક્રમ ગણાવ્યો હતો. બીજી તરફ આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર એફઆઇઆર મુદ્દે રાહુલ ગાંધીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને દેશના સૌથી ‘કરપ્ટ’ સીએમ ગણાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here