પશ્ચિમ બંગાળના સર્વધર્મ સદભાવ યાત્રામાં ભાષણ પર વિવાદ

પશ્ચિમ બંગાળઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૨૨ જાન્યુઆરીએ સંગતિ માર્ચમાં આપેલા સંબોધનને લઇને રાજકીય ખળભળાટ મચી ગયો છે. એવો આરોપ છે કે મમતા બેનર્જીએ પોતાના સંબોધનમાં અલ્લાહની કસમ ખાતા કહ્યું કે ભાજપનું સમર્થન કરનારાઓને માફ કરવામાં આવશે નહી. આટલું જ નહીં તેણે પોતાના ભાષણમાં કાફિર શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. મમતા બેનર્જીના ભાષણ પર ભાજપે આકારા પ્રહારો કર્યા છે. મમતા બેનર્જીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી કોલકાત્તામાં સદભાવના રેલી કરી હતી. આ સમયગાળા દરમિયાન, તેણીએ મજિસ્દ, ચર્ચા અને ગુરુદ્વારા જેવા વિવિધ ધર્મોના પૂજા સ્થાનોની મુલાકાત લીધી હતી. તેમણે સર્વ ધર્મ રેલીનું નેતૃત્વ કરીને ધાર્મિક સદભાવ માટે પ્રતિકાત્મક યાત્રા કરી હતી. પરંતુ આ યાત્રા દરમિયાન મમતા બેનર્જીએ આપેલા સંબોધનને લઇને રાજકીય ગરમાવો શરૂ થઇ ગયો છે.
ભાજપે આરોપ લગાવ્યો છે કે આ રેલીમાં મમતા બેનર્જીએ ભડકાઉ નિવેદનો કર્યા હતા અને આ કાફિર શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાજય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર મમતા બેનર્જીના ભાષણની લિંક શેર કરતી વખતે જણાવ્યું હતું કે તેમના સંબોધનમાં, તેમણે કહ્યું હતંં કે તેમણે અલ્લાહની કસમ ખાઇ ભાજપના સમર્થન કરનારાઓને છોડશે નહી. દાવો કરવામાં આવી રહ્યો છે કે મમતા બેનર્જીએ આ રેલી દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે એક વાત યાદ રાખો, ભાજપની મદદ ન કરો. તમારામાંથી કોઇ પણ ભાજપને સમર્થન કરશે. હું અલ્લાહની કસમ… તમને કોઇ માફ નહી કરે. હું તમને માફ નહિ કરું.આરોપ છે કે રેલીમાં પોતાના સંબોધન દરમિયાન મમતા બેનર્જીએ કાફિર શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. ભાજપનો દાવો છે કે મમતા બેનર્જીએ કહયું હતુંકે જેઓ કાફિર છે તે ડરે છે, જે લડે છે તે જીતે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here