ભારતમાં Ease of doing Business રેન્કીંગમાં ગુજરાત બીજા સ્થાને

Prime Minister Narendra Modi speaks at the U.S.-India Business Council (USIBC) 41st annual Leadership Summit in Washington, U.S., June 7, 2016. REUTERS/Yuri Gripas/Files

 

 

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રિ એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT એ ૩૦ જૂને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિગ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં આંધ્રપ્રદેશ ફરી એકવાર ટોચ પર આવી ગયું છે. આ યાદીમાં ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તેલંગાણા અને તમિલનાડુ ટોપ ૭માં સામેલ છે. નોંધનીય છે કે આ રેન્કિગ વર્ષ ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૯ માટે જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના રેન્કિગમાં ગુજરાત વધુ એક વાર અવ્વલ આવ્યું છે. કેન્દ્રિય નાણા મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે, જેમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિગમાં ગુજરાત બીજા નંબરે આવ્યું છે. રાજ્યો વચ્ચે સ્પર્ધા વધે તે માટે કેન્દ્ર સરકારે BRAP  ૨૦૨૦ યોજના હેઠળ રેન્કિગ કર્યું હતું. ટોપ અચીવર્સ ૭ રાજ્યોમાં ગુજરાત બીજા નંબરે આવતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

છેલ્લી વખત સપ્ટેમ્બર ૨૦૨૦માં રેન્કિગ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે પણ આંધ્રપ્રદેશ ડૂડંગ વેપારના મામલે પ્રથમ ક્રમે હતું. તે પછી ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને ઝારખંડનો નંબર આવે છે.

તેનો ઉદ્દેશ રાજ્યો વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો માટે એકંદર બિઝનેસ વાતાવરણમાં સુધારો કરવાનો છે, જેથી રોકાણકારોને આકર્ષી શકાય. જે પરિમાણો પર રેન્કિગ આધારિત છે તેમાં બાંધકામ પરવાનગી, મજૂર નિયમન, પર્યાવરણીય નોંધણી, માહિતીની એક્સેસ, જમીનની ઉપલબ્ધતા અને સિંગલ વિન્ડો સિસ્ટમનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લા ૮ વર્ષમાં સરકારે જૂના કાયદાઓને દૂર કરવા જેવા ઘણા સુધારાના પગલાં લાગુ કર્યા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં વ્યવસાયને સરળ બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ના સિદ્ધાંતથી પ્રેરિત થઈને સરકારે ઘણા પગલાં લીધા છે, જેના કારણે વેપાર કરવાની સરળતા થઈ છે. 

આ અંગે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ હિરેનભાઈ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળેલા આ રેન્કિંગ બદલ આશા વ્યક્ત કરી છે કે આ પ્રકારના ગુજરાતના અલગ પ્રમાણથી દેશમાથી અને વિદેશમાંથી ઉદ્યોગ સાહસીકોને ગુજરાતમાં વધુને વધુ ઉદ્યોગ રોકાણ કરવાની શક્યતાઓ વધશે. જેને કારણે ગુજરાતમાં રોજગાર અને વ્યવસાયના નવા કેન્દ્રોમાં વધારો થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here