ભારતમાં કોરોના બેકાબૂઃ ત્રણ અઠવાડિયામાં ૧,૦૨,૦૦૦ નવા કેસ, ૨૬૦૦ના મોત

 

નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી સામે દેશના વિકસિત દેશો પણ નબળા સાબિત થઇ રહ્યા છે, એવામાં ભારત અને એના જેવા વિકસિત દેશોની સ્વાસ્થ્ય પ્રણાલી ઘાતક કોરોના મહામારી સામે કેવી રીતે ટકશે એ સવાલ ઉભો થઇ રહ્યો છે. ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે ભારત સરકારે ૨૫ માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યુ છે, પરંતુ આ ચોથા તબક્કામાં પણ કોરોના સંક્રમણના કેસો ઘટવાના કે કાબૂમાં આવવાને બદલે ખતરનાક રીતે વધી રહ્યા છે. 

તાજેતરના આંકડાની વાત કરીએ તો ૨૬મે સુધી ભારતભરમાં કુલ ૧,૪૫,૩૮૦ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી ૪૦૦૦થી વધુ લોકો દમ તોડી ચૂક્યા છે. સૌથી ભયજનક બાબત ભારતમાં ફેલાઇ રહેલા સંક્રમણની ઝડપ લઇને વિશ્લેષણમાં સામે આવી છે. ૨૬મેથી ત્રણ અઠવાડિયા પહેલા એટલે ૪ મેના રોજ ભારતમાં આશરે ૪૩,૦૦૦ કોરોનાગ્રસ્ત કેસની સાથે ૧,૪૦૦ મોતનો રિપોર્ટ હતો અને મંગળવારના આંકડા મુજબ કુલ ૧,૪૫,૩૮૦ કેસ અને ૪૧૬૭ દર્દીઓના મોત નીપજ્યા છે. સીધો અર્થ એ થાય છે કે ત્રણ અઠવાડિયામાં ૧,૦૨,૦૦૦ નવા કેસ સામે આવ્યા અને અન્ય ૨૬૦૦ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા. 

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાંથી અત્યાર સુધી ૫૨,૦૦૦થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે ૧૭૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. તમિલનાડૂમાં ૧૭,૦૦૦થી વધુ લોકો કોરોનાગ્રસ્ત છે. મધ્ય પ્રદેશમાં ૬૮૫૯, ઉત્તર પ્રદેશમાં ૬૫૩૨, બિહારમાં ૨૭૩૦ કેસ સામે આવ્યા છે. દિલ્હીનો કુલ આંકડો ૧૪,૦૦૦ને પાર છે જ્યારે રાજસ્થાનમાં પણ ૭૩૦૦ લોકો કોરોનાથી પીડિત છે.

ભારતના આશરે ૧૬ ટકા જીલ્લાઓમાં વિતેલા સાત દિવસમાં ૧૦૦ ટકા કેસ વધ્યા હોવાનો ખુલાસો છે જેની પાછળ લોકડાઇન.૪ અને પ્રવાસી મજૂરોની અવર-જવર મુખ્ય પરિબળો માનવામાં આવી રહ્યા છે. બીજી તરફ વિતેલા ૨૪ કલાકમાં દેશભરમાંથી ૬૫૩૫ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૧૪૬ અન્ય દર્દીઓના મોત થયા છે. વર્તમાન સમયમાં ભારતમાં ૮૦૦૦૦થી વધુ સક્રિય કેસ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here