બોટાદમાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઊજવણી: રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું

 

બોટાદ: ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની બોટાદમાં  ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવી હાજર તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પર્વની પુર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૨૯૮ કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુર્હૂત તેમજ ભૂમિપુજન કરાયુ હતુ.

૭૪મો પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્ય કક્ષાના બોટાદ શહેરના ત્રિકોણની ખોડિયાર હળદડ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા તેમજ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત અન્ય રાજકીય આગેવાનો, અધિકારીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતા.

રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપ્યા બાદ ગુજરાત પોલીસની અલગ અલગ કેડરના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવ્યાં. તેમજ ચેતક કમાન્ડો સાથે અશ્ર્વ તેમ જ ડોગ દ્વારા અદ્ભૂત સ્ટંટ કરવામાં આવ્યાં હતા. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ શ‚ કરી દેશભક્તિની થીમ પર અલગ અલગ ડાન્સ રજૂ કરાયા હતા.

૭૪મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બોટાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બોટાદ જિલ્લામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાબાદ જનમેદની સંબોધતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, સંતો અને કવિઓની ભૂમિ બોટાદ પણ હવે વિકાસના નક્શામાં ઉભરી રહ્યું છે. બોટાદમાં બનનાર સ્પોટર્સ સંકુલ નવી તકોનું સર્જન કરશે એવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ તકે સ્વાગત પ્રવચન કરી જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સવસીઝ બંને આયમોમાં પ્રગતિ કરી રહ્યો છે. તંત્ર બોટાદ જિલ્લાની ૭.૫ લાખની જનતા માટે યોજનાકીય લાભો પહોંચાડવા તત્પર છે. વર્ષ ૨૦૨૨માં ૭૦૦ દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જયારે જાન્યુઆરીના ૨૪ દિવસમાં ૩૪૯ દિવ્યાંગોને પ્રમાણપત્ર એનાયત કરાયા છે. આ ઉપરાંત વારસાઈ નોંધોમાં પણ ગયા વર્ષે ૧૬૧૪ નોંધો લેવાઈ હતી તેમજ સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ૫૮૭ નોંધો પડાઈ છે. 

આ પ્રસંગે સાંસદ, વર્તમાન અને પુર્વ ધારાસભ્યો, પ્રભારી સચિવ, ડી.ડી.ઓ., સ્થાનિક રાજકીય આગેવાનો, બોટાદ જિલ્લ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુંખ અને સભ્યો, એપીએમસીના ચેરમેન અને સભ્યો, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને બોટાદ શહેરને રોશનીમય કરાયુ હતું. તંત્ર દ્વારા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ પોલીસ અધિક્ષક સહિતની સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના તમામ સ્થળો રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યા હતા. મુખ્ય રસ્તાઓ અવનવી રોશનીથી શણગારાયા હતા, બોટાદમાં જાન્યુઆરીમાં દિવાળીનો પર્વ આવ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને ગુજરાત પોલીસ દ્વારા આધુનિક હથિયારોના પ્રદર્શનને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લુ મુકાયુ હતુ. ગુજરાત ચેતક કમાન્ડો, બોમ્બ ડિસ્પોસલ સ્કવોડ સહિતના હથિયારોથી સજ્જ પ્રદર્શન શહેરીજનો માટે નવલુ નજરાણુ બની રહેશે. આ પ્રદર્શનમાં પોલીસ અધિક્ષકની કચેરીનુ ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટીનો અનુભવ આપતો રાજયના સૌ પ્રથમ નવીનતમ પ્રોજેકટ પ્રદર્શિત કરાશે.

બોટાદમાં રાજ્યકક્ષાના આ પર્વની ઉજવણી સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા સમગ્ર દેશને તેમજ ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. તેમજ આજના દિવસની આ ઉજવણીને લઈ દેશની આઝાદી સમયના સ્વતંત્ર સેનાનીઓને પણ યાદ કરવામાં આવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here