હોલીડે ટ્રાવેલ માટે અત્યારથી જ પ્લાન કરી લો

0
837

 

અમેરિકા આવનારા પ્રવાસીઓ માટે ૮ નવેમ્બર ૨૦૨૧થી નવા નિયમો લાગુ પડ્યા છે. કેવા પ્રકારના નિયમો પાળવાના છે અને ડોક્યુમેન્ટ્સ જોઈશે તે જોઈએ.

૮ નવેમ્બરથી અમેરિકા આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ કેટલાક નવા નિયમો પૂર્ણ કરવા જરૂરી બન્યા છે. વિદેશી પ્રવાસીઓએ કોવીડ-૧૯ની રસી પૂર્ણ રૂપે લઈ લીધી છે તેના પુરાવા આપવાના રહેશે. સાથે જ વિમાનમાં સવાર થવાના ત્રણ દિવસ પહેલાં કોવીડ-૧૯નો ટેસ્ટ કરાવેલો હોય તે પણ દેખાડવાનો રહેશે.

અહીં અમેરિકા આવવા માગનારા લોકો માટે ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ આપ્યું છેઃ

૧. પ્રવાસી માટેની વેલિડિટીઃ

આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પરિવારના સભ્ય અને અમેરિકા અને કેનેડાના નાગરિક હોય તેમની પાસે પણ વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ.

વીઝાની અરજી કરતાં પહેલાં ચકાસી લો કે પાસપોર્ટ રિન્યૂ થઈ ચૂક્યા છે અને ઓછામાં ઓછી છ મહિનાની વેલિડિટી છે.

૨. દસ્તાવેજો હાથવગા કરી રાખોઃ

તમે અમેરિકામા દાખલ થાવ ત્યારે કેટલાકને પાસપોર્ટ અને વીઝા ઉપરાંત વર્ક માટેની મંજૂરી કે સરકારી મંજૂરી દેખાડવાનું કહેવામાં આવશે. તમારે ઓરિજનલ I-797, માન્ય થયેલું Form I -29S એપ્રૂવલ નોટીસ, એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (EAD), અૅડવાન્સ પેરોલ ડોક્યુમેન્ટ, Form I-20, અથવા પ્રવાસની મંજૂરી સાથેના DS-2019 દેખાડવાના રહેશે.

૩. તમારા પાસપોર્ટનું ક્લાસિફિકેશન અને મુદત ચકાસી લોઃ

અમેરિકામાં દાખલ થનારા વિદેશી નાગરિક માટે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અધિકારી તમારો ઇલેક્ટ્રોનિક I-94 રેકર્ડ તૈયાર કરશે અને તમને પાસપોર્ટ સ્ટેમ્પ આપશે. ઘ્ગ્ભ્ તપાસની જગ્યા છોડતા પહેલાં પાસપોર્ટમાં યોગ્ય એક્સપાઇરી ડેટ છે કે નહીં તે ચકાસી લો. કોઈ ચૂક રહી ગઈ હોય તો તરત જ ઘ્ગ્ભ્ અધિકારીને જાણ કરો, જેથી તેઓ સ્થળ પર જ તેને સુધારી શકે.

૪. તમારો I-94રેકર્ડ ચકાસી લોઃ

વિદેશી નાગરિક જેટલી વાર અમેરિકામાં દાખલ થાય તેટલી વાર તેમના માટેનો ઇલેક્ટ્રોનિક I-94 રેકર્ડ તૈયાર કરાય છે. CBP વેબસાઇટ પર તેને ચકાસી શકાય છે. તમારા I-94 રેકર્ડને ચેક કરીને એક્સપાઇરી ડેટ જોઈ લો. તેની સાથે જોડાયેલી પિટિશન કે વર્ક પરમીટ પણ જોઈ લો, કેમ કે તે તારીખ વીઝા સ્ટેમ્પની એક્સપાઇરી ડેટ કરતા અલગ હોઈ શકે છે. આ ઉપરાંત તમારા I-94 રેકર્ડની નકલ ઇમિગ્રેશન કાઉન્સેલને મોકલી આપો.

વિદેશી કર્મચારી કે નોકરીદાતાના પાસપોર્ટમાં વેલિડ વીઝા ના હોય ત્યારે શું કરવું જોઈએ તે હવે જોઈએઃ

 કોન્સલ કચેરીમાં ઇન્ટરવ્યૂ થવાનો હોય તેના ૬૦થી ૯૦ દિવસ પહેલાં ઇમિગ્રેશન લોયર સાથે વાત કરી લો.

 કોન્સ્યુલેટની વેબસાઇટ ચેક કરી લેવી, જેથી ધક્કો ના થાય, અપોઇન્ટમેન્ટ કે ડોક્યુમેન્ટેશનમાં કોઈ મુશ્કેલી ના થાય

 સંપૂર્ણ રીતે Form DS-160 ભરો અને તેની કોપી હંમેશા તમારી સાથે રાખો.

 પ્રવાસ પહેલાં બેવાર ચેક કરી લો કે તમારા વીઝા સાથે પિટિશનની માહિતી મેચ થાય છે.

 તમારી ઓનલાઇન પ્રોફાઇલ જોઈ લો, કેમ કે અમેરિકામાં તમને પ્રવેશ પહેલાં અધિકારીઓ તેના પર પણ નજર નાખતા હોય છે.

 તમારી કંપનીની માહિતી અને પેજીસ અપડેટ કરેલા રાખો.

 ટેમ્પરરી વર્ક વીઝા લેવાના હોય ત્યારે અૅમ્પ્લોયમેન્ટ વેરિફિકેશનની કોપી સાથે રાખશો.

 ભૂતકાળમાં તમારી ધરપકડ કે અટક થઈ હોય તો તેની માહિતી ઇમિગ્રેશન કોન્સલને આપો.

 કોન્સ્યુલેટમાં કેટલું વેઈટ કરવું પડે છે તે ચકાસી લો.

 કોન્સ્યુલેટ કચેરીના કામકાજનો તથા રજાનો સમય જાણી લો, જેથી તમે એ રીતે આયોજન કરી શકો.

અમેરિકા અથવા કેનેડાની વીઝા પ્રોસેસ તથા ઇમિગ્રેશન અંગેના જુદા જુદા નિયમો માટે આ પ્રકારની વધારે માહિતી માટે તમે NPZ લો ગ્રૂપના અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here