બેન્કિગ-રોડવેઝ-વીમા-પોસ્ટ-નાણાંક્ષેત્રના કર્મચારીઓ જોડાયા

 

નવિ દીલ્હીઃ શ્રમ કાયદાઓમાં ફેરફાર અને કેન્દ્રને ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં ટ્રેડ યુનિયનોની બે દિવસીય દેશવ્યાપી હડતાળ (ભારત બંધ) આજથી શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન બેન્કો અને અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં તેની ખાસ્સી અસર જોવા મળ્યો. ટ્રેડ યુનિયનોએ સરકારની નીતિઓ સામે દેશભરમાં દેખાવો-રેલી યોજી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. ૨૦ કરોડથી વધુ શ્રમિકો કામકાજથી દૂર રહ્યા હતાં. બેન્ક, વીમા, પોસ્ટલ સેવા ઠપ્પ થઇ હતી. કોલસા, સ્ટીલ, તેલ, ટેલિકોમ્યુનિકેશન, પોસ્ટલ, આવકવેરા, તાંબુ, બેન્કો અને વીમા સહિતના ક્ષેત્રોમાં ડ્રેડ યુનિયનો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. બીજી તરફ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં વિભિન્ન ટ્રેડ યુનિયનો અને ડાબેરી સંગઠનોના સભ્યોએ પીએસયુ બેન્કોના ખાનગીકરણને લઇને રસ્તા જામ કર્યા હતાં. ચેન્નાઇમાં ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રવ્યાપી હડતાળને પગલે રસ્તાઓ જામ કરી દીધા. તેને ધ્યાનમાં રાખતા વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસને જબરદસ્તી બસોમાં બેસાડીને અટકાયતમાં લઇ લીધા. ભારત બંધની અસર દેશની સંસદની બહાર પણ જોવા મળ્યા. સંસદની કાર્યવાહી વચ્ચે ડાબેરી અને દ્રમુક સાંસદોએ બે દિવસીય ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું અને ગાંધી પ્રતિમા પર વિરોધ પ્રદર્શન કર્યું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here