બાંગ્લાદેશમાં શેખ હસીના સામે ૧ લાખ લોકો રસ્તા પર ઉતર્યા

ઢાંકાઃ બાંગ્લાદેશમાં વિપક્ષની રેલી વચ્ચે હિંસા ફેલાઇ હતી. આ પછી વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના કાર્યકરોની પોલીસ સાથે અથડામણ થઇ હતી. જેમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. જેમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. આ હિંસામાં લગભગ ૧૦૦ લોકો ઘાયલ થયા હતા.
વાસ્તવમાં બાંગ્લાદેશમાં આવતા વર્ષ જાન્યુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટી માંગ કરી રહી છે કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપવું જોઇએ અને નિષ્પક્ષ ચૂંટણીઓમાટે કાર્યવાહક સરકારની રચના કરવી જોઇએ. બાંગ્લાદેશ મીડિયા અનુસાર, છેલ્લા ૪૫ મહિનામાં આ સૌથી મોટું પ્રદર્શન હતું. વિપક્ષી દળોના પ્રદર્શન દરમિયાન ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન દેશન મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસનના ઘર પર પણ હૂમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે કકરૈલ વિસ્તાર, સુપ્રીમ કોર્ટ ક્ષેત્ર અને ચીફ જસ્ટિસના નિવાસસ્થાનની સામે અથડામણ થઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી અને સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીના૧ લાખથી વધુ સમર્થકોએ શનિવારે ઢાકામાં રેલી કાઢીહતી. બાંગ્લાદેશ નેશનલ પાર્ટી દેશભરમાં હડતાળ પર જઇ રહી છે. વાસ્તવમાં, વિપક્ષની રેલીવચ્ચે શાસક પક્ષ અવામી લીગ બૈતુલ મુકરમમાં શાંતિ રેલી કાઢી રહી હતી. હિંસા ત્યારે શરૂ થઇ જયારે કેટલાક આવામી લીગના કાર્યકરો બે પીકઅપ વાનમાં તેમની રેલીમાં જઇ રહ્યાં હતા. બીએનપીના કાર્યકરોએ તેમને રોકયા અને પીકવાનમાં તોડફોડ કરી. આ પછી પોલીસે બીએનપી કાર્યકરની ધરપકડ કરી હતી. ધીમે ધીમે બીએનપીના અન્ય કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસ સાથે ઘર્ષણ થયું. કકરૈલ, નયા પલટન, વિજયનગર, માલીબાગ, આરામબાગ વિસ્તારોમાં અને મત્સ્ય ભવન નજીક અથડામણ દરમિયાન ઓછામાં ઓછા ૧૩ વાહનો અનેએક પોલીસ ચોકીને આગ ચાંપવામાં આવી હતી અને એક ડઝનથી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે હિંસા, દરમિયાન દેખાવકારો પર ટીયર ગેસ અને રબર શોટગનનો પણ ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન વિરોધ કરી રહેલા લોકોએ પોલીસ પર પથ્થરો વડે હૂમલો કર્યો હતો. બીએનપીએ કહ્યું કે અથડામણમાં તેમની યુવા પાંખના એક કાર્યકરનું પણ મોત થયું છે. હિંસા અંગે રિપોટીંગ કરતાં ઘણા પત્રકારો પણ ઘાયલ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here