ભુજઃ સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના એમપીલેડ્સ ફંડ અંતર્ગત કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ એક કરોડ રૂપિયા વહીવટી તંત્ર સેવા સાથે જોડાયેલી સંસ્થાઓને આમ જનતાને કોરોના સંક્રમણ રોકથામ હેતુ માસ્ક, સેનિટાઇઝર પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ માટે ફાળવવા દરખાસ્ત કરી છે. સાંસદે પાઠવેલી એક યાદીમાં જણાવાયું છે કે, મોરબી-માળિયા વિસ્તાર માટે ૧૦ લાખ તથા કચ્છના ૧૦ તાલુકા છ શહેરો માટે રૂપિયા ૯૦ લાખ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, માસ્ક, સેનિટાઇઝર તથા કોરોના રોકથામ અને સાવચેતી માટે જે સાધન ખરીદવા હોય તે એમ.પી. ફંડમાંથી ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે.