પુલવામા-2 કાવતરાનો પર્દાફાશ- 400 ભારતીય જવાનો ઉગરી ગયા …

 

     શ્રી નગરના રાજપુરા રોડ પર શાદીપુરા પાસે સફેદ રંગની સેન્ટ્રો કારનો વિસ્ફોટ થયો હતો. કોરોના ના સમયગાળામાં પણ પકિસ્તાની ત્રાસવાદીઓ પોતાની આતંકી પ્રવૃત્તિ સતત ચાલુ રાખી રહયા છે. આપણા  સૈન્યના સુરક્ષાદળોએ આજે ગુરુવારે પુલવામા જેવા એક ભયાનક આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. શ્રીનગરનું પોલીસતંત્ર , એના સીઓરપીએફના જવાનોની અગમચેચી – સાવચેતીને કારણે એક મોટી દુર્ઘટનાને ટાળી શકાઈ હતી. આપણા સુરશ્ક્ષા દળોએ વિસ્ફોટક – આઈએફડી ભરેલી સેન્ટ્રો કારને સમયસર ટ્રેક કરી હતી.કારનો ડ્રાઈવર આતંકી ભાગી ગયો હતો તેની પોલીસ શોધખોળ કરી રહી છે. જમ્મુ- કાશ્મીરના પોલીસ ડીઆઈજી વિજયકુમારે જણાવ્યું હતું કે, અમે છેલ્લા એક મહિનાથી આ કાવતરા બાબત ઈનપુટ મળી આ કાવતરા પાછળ જૈશ-એ- મોહમ્મદનો હાથ હતો. રહ્યા હતા. જૈશએ મોહમ્મદ, લશ્કરે તોઈબા અને હિઝબુલ મળીને આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. તેમાં કાર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે એ લોકોની હિલચાલ પર બાજ નજર રાખી રહ્યા હતા. 

 કારમાંના વિસ્ફોટકને નિષ્ણાતોની ટૂકડીએ ડિફયુઝ કર્યા બાદ સેન્ટ્રા  કારમાં વિસ્ફોટ થયા બાદ એનો બેસુમાર કાટમાળ ઊડીને આસપાસ ફેલાયો હતો. કાટમાળ ના જથ્થાે   પરથી એનું અનુમાન કરવામાં આવી રહ્યું છેકે, આઈઈડીનો જથ્થો આશરે  35-40  કિલો જેટલ હોવાનો સંભવ છે. પોલીસ ડીઆઈજી વિજયકુમારે આપેલી માહિતી અનુસાર, સવારે સુરક્ષા દળોની નિષ્ણાત ટૂકડીએ  ઘટનાસ્થળે પહોચીને બોમ્બની ભાળ મેલવીને તેને સલામતી સાથે ડિફ્યુઝ કર્યો હતો. સેન્ટ્ર કારમાં થયેલા વિસ્ફોટને કારણે ઊંચે 50 મીટ સુધી ધુમાડો ઊડ્યો હતો. પુલવામાની જેમ જ આપણા સૈનિકોને નિશાન બનાવીને આત્મઘાતી હુંમલાને પ્લાન આતંકીઓનો હતો. જે નિષ્ફળ  થવાથી આપણા 400 જેટલા જવાનો મોટા અકસ્માતમાંથી ઉગરી ગયા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here