ગુજરાતમાંથી 974 ટ્રેનો દોડી , આશરે 30 લાખ મજૂરોની ઘર- વાપસી થઈ ….

 

     કોરોનાને કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં જઈને રોજી- રોટી કમાતા મજૂરોનો પ્રશ્ન લોકડાઉન થવાને કારણે વધુ ગંભીર બન્યો હતો. ટ્રેન અને બસ – સેવા સદંતર બંધ હોવાને કારણે લાખો મજૂરો જુદા જુદા રાજ્.યોના શહેરો અને નગરોમાં અટવાઈ ગટા હતા. તેમને પરત તેમના વતન મોકલવાની કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા તાત્કાલિક રીતે કરવામાં આવી નહોતી. કેન્દ્રસરકારે અને રાજ્ય સરકારોએ હવે મજૂરોની ધર- વાપસી માટે વ્યવસ્થા કરવા માંડી છે. પરંત એ અગાઉ હજારો મજૂરોએ ખૂબ જ હેરાનગતિ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત સરકાર હજી આગામી બે-ત્રણ દિવસોમાં આશરે 3 લાખ જેટલા મજૂરોને ટ્રેન મારફતે તેમના વતનમાં મોકલશે. વિવિધ રાજ્યોમાંથી મજૂરો પોતાના વતન- ગામ ભણી પાછા ફરી રહ્યા હોવાને કારણે ઉદ્યોગ- ધંધાને મેનપાવરની ખોટ વરતાશે. ઉદ્યોગોને માઠી અસર થવાનો સંભવ છે. ગુજરાતમાંથી 15.18 લાખ મજૂરોને ટ્રેનને અને 9.50 લાખ મજૂરોને બસ તેમજ ખાનગી વાહનો દ્વારા મોકલવામાં આવ્યા હતા. આશરે 4 થી 5 લાખ મજૂરે પગપાળા પોતાના વતનમાં ગયા હતા.ગુજરાત સરકાર દ્વારા પરપ્રંતીય મજૂરોને એમના વતન મોકલવાની કામગીરી હવે સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. 1લીમેથી 27મે સુધીમાં આશરે કુલ 30લાખ મજૂરોને ગુજરાતમાંથી તેમના વતન રવાના કરાયા હતા. ગુજરાતમાં મોટેભાગે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ,રાજસ્થાન,છત્તીસગઢ, તામિલનાડુ વગેરેરાજ્યાંથી લોકો મજૂરી કામ કરવા આવ્યા હતા. રાજય સરકારે જણાવ્યું હતું કે, વંદે ભારત મિશનના 1લા તબક્કામાં 11 દેશોમાંથી આશરે 1958 ગુજરાતીઓ ગુજરાત પરત આવ્યા હતા. આવનારા પ્રવાસીઓમાં કુવૈત, ફિલિપાઈન્સ અને ઈંગ્લેન્ડના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here