પંજાબમાં શહીદ ખેડૂત પરિવાર માટે જાહેર કરી પાંચ લાખની આર્થિક મદદ

 

ચંદીગઢ: પંજાબમાં સત્તામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી પોતાના વચનો પૂરા કરવા માટે સતત કામ કરી રહી છે. આ ક્રમમાં હવે મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોને આપેલા વચન પર મોટો નિર્ણય લીધો છે. ખેડૂત આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના પરિવારજનો માટે ૫-૫ લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. 

આ સંદર્ભે પંજાબ ભવનમાં મળેલી બેઠકમાં ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ માંગણી મૂકી હતી. આ પછી મુખ્યમંત્રી ભગવંત માને ત્રણ દિવસમાં આર્થિક મદદની રકમ જાહેર કરી. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા જ્યારે રાજ્ય સરકારે પંજાબ ભવનમાં ખેડૂતો સાથે બેઠક કરી હતી ત્યારે ખેડૂતોએ આ માંગ કરી હતી. આના પર મુખ્યમંત્રી માન પણ તૈયાર થયા અને ૩ દિવસમાં આર્થિક મદદની રકમ જાહેર કરી. અત્યાર સુધીમાં ૭૮૯ ખેડૂત પરિવારોને આ રકમ આપવામાં આવી છે. પંજાબ સરકારે રૂ. ૩૯.૫૫ કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે. ગુજરાતમાં AAP સરકાર બનશે તો આદિવાસી વિસ્તારોમાં PESA એક્ટનો અમલ અરવિંદ કેજરીવાલ કરાવશે. 

મુખ્યમંત્રી માને ખેડૂત સંગઠનોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી હતી. ત્યારબાદ ખેડૂત નેતાઓએ તેમના પ્રસ્તાવિત આંદોલનને સ્થગિત કરી દીધુ હતુ. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ભગવંત માને કહ્યુ હતુ કે હું ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છુ અને મારા કાર્યકાળ દરમિયાન ખેડૂતોને તેમની વાજબી માંગણીઓ માટે દેખાવો કરવા પડશે નહિ. તેમણે કહ્યુ હતુ કે ખેડૂત આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના આશ્રિતોને નોકરી આપવાની પ્રક્રિયા પહેલેથી જ ચાલી રહી છે અને શહીદ ખેડૂતોના પરિજનોને બાકીની રાહત અને વળતર ટૂંક સમયમાં મળી જશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here