મંબઈના મેયર કિશોરી પેડણેકર રાતના સમયે હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપી રહ્યા છેઃ–

 

કોરોનાના સંકટ સમયે માનવતાવાદી લોકો પોતાની પરવા કર્યા વિના નિસ્વાર્થભાવે કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. માનવતા મહેકી રહી છે. તબીબો, નર્સો, સ્વાશ્થ્યકર્મીઓ , સ્યંવસેવકો – રાત- દિવસની પરવા કર્યા વિના સેવા કરી રહ્યા છે. જે સમાજના સંપન્ન લોકો પણ પોતાનથી શક્ય મદદ કરતા રહે છે. કોરોનાને હરાવવા આજે માનવ જાત એક થઈ છે. ગરીબ, તવંગર, નાના- મોટા સૌ  – નાત- જાત, ધર્મ- ભાષાના ભે્દભાવ ભૂલીને એકમેકને સહારૂપ થઈ રહ્યા છે. એવું જ એક ઉદાહરણ છે મુંબઈના મેયર કિશોરી પેડણેકરનું તેો દિવસ દરમિયાન પોતાની મેયર તરીકેની અધિકૃત ફરજ બજાવે છે અને રાતે કોરોના પીડિત દરદીઓની સેવા કરવા નર્સ તરીકે કામગીરી બજાવે છે. તેમણે જણાવ્યું હતું કે, મારા પિતા મિલ- મજૂર હતા, એટલે ઘરમાં આર્થિક તંગી હમેશા રહેતી હતી. એટલે આર્થિક તંગીને દૂર કરવા મેં નોકરી કરવાનું નક્કી કર્યું અનેે નર્સિંગનો કોર્સ કર્યો. જે આજે ઉપયોગી સાબિત થયોછે. દરેક ઘરમાં ડોકટર કે નર્સ નથી જન્મતા, મને મોકો મળ્યો છે, તો હું લોકોની સેવા કરીશ. દક્ષિણ મુંબઈની હોસ્પિટલોમાં સેવા આપવા માટે તેમણએ હોસ્પિટલોને વિનંતી કરી હતી. તમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાંથી જેવો ફોન આવશે  કે તરત જ હું રાતની ડ્યુટી માટે હાજર થઈ જઈશ. દિવસ દરમિયાન તેઓ મુંબઈના સ્લમ એરિયામાં , ઝુંપડપટટીઓમાં રહેનારા લોકો માટે દવા અને ખાવા- પીવાની વ્યવસ્થા કરાવવાની કામગીરી બજાવે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ  જનતાને અપીલ કરી હતી કે, જે લોકોને મેડિકલ ફિલ્ડનું જ્ઞાન હોય, તો સેવા માટે પહેલ કરે. આ અપીલને માન આપીને કિશોરીજીએ રાતેે નર્સની કામગીરી બજાવવાનો નિર્ણય કરી લીધો હતો. પોતાના આરામની કે તબિયતની ચિંતા કર્યા વિના પૂરી તકેદારી સાથે તો પોતાની બન્ને ફરજ સરસ રીતે સભાનતા સાથે નિભાવી રહ્યા છે. આવા સેવાના કિસ્સા અનેક છે. નિષ્ઠાભરી કામગીરી કરનારા, નિસ્વાર્થભાવે સેવા કરનારા તબીબો, નર્સો અને સ્વયંસેવકો સલામ કરીએ છીએ. દુનિયાના ખૂણે ખૂણે માનવતા સાદ પાડી રહી છે અને એને હોંકારો દઈને કોરોના સામે લડવા કટિબધ્ધ થનારા બહાદુર લડવૈયાઓ  પણ અગણિત છે.
                    માનવ માત્રના શત્રુ, ઓ અધમાધમ કોરોના વાયરસ, તારો બહુ જલ્દીથી નાશ થશે.  તારું નામેનિશાન નહિ રહે..

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ, દેખના હૈ જોર કિતના બાજુ-એ- કાતિલમેં હૈ…અમે લડીશું, બહાદુરીથી લડીશું.. તારો ખાતમો કરીને જ જંપીશું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here