ગુજરાતમાં કોરોનાની ગતિ મંદ પડી

 

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની મંદ ગતિએ વીતેલા ૨૪ કલાક દરમ્યાન ૯ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં વધુ ૨૩૪ નવા કેસ ઉપરાંત અમદાવાદમાં એક દર્દીનું મોત નોંધાયું છે. મૃત્યુ આંક ૪૩૯૭ થયો છે. જોકે વધુ ૩૫૩ કોરોના દર્દી કોરોનાને મ્હાત આપવામાં સફળ થતા ડીસ્ચાર્જ  દર્દીનો આંક ૨,૫૭,૪૭૩ પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ ૨૦૪૦ એકિટવ કેસ છે. જેમાંથી ૨૪ વેન્ટિલેટર પર છે.સૌથી વધુ વડોદરામાં ૭૦, અમદાવાદમાં ૪૪, રાજકોટમાં ૩૪, સુરતમાં ૩૬, ગાંધીનગરમાં ૮, જુનાગઢમાં ૪, ભાવનગર અને જામનગરમાં ૩-૩, આણંદમાં ૭, નર્મદામાં ૪, સાબરકાંઠામાં ૩, દાહોદ, ગીરસોમનાથ, મહેસાણા, નવસારી અને વલસાડમાં ૨-૨ કેસ, જ્યારે બનાસકાંઠા, છોટા ઉદેપુર, ખેડા, કચ્છ, મહીસાગર, મોરબી, પંચમહાલ અને સુરેન્દ્ર નગરમાં ૧-૧ કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, અરવલ્લી, ભરૂચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર સહિત  તાપી મળીને ૯ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.વિતેલા ૨૪ કલાક દરમ્યાન રાજ્યમાં ૯૭૪ આરેગ્ય કેન્દ્રો પરથી ૫૬,૩૩૨ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવતા ૨૪ દિવસમાં કુલ ૬,૬૦,૫૧૬ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here