ત્રણ રાજ્યમાં કોંગ્રેસ આપશે ભાજપને ધોબી પછાડ: સર્વે

મુંબઇ: દેશના પાંચ રાજ્યની વિધાન સભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. કેન્દ્રિય ચૂંટણી પંચે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિઘાન સભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પાંચ રાજ્યમાં 5 થી 30 નવેમ્બર દરમીયાન ચૂંટણી યોજાનાર છે. જ્યારે 3 ડિસેમ્બરે મત ગણતરી થશે. લોકસભા 2024 માટે એનડીએ ઇન્ડિયા આઘાડી એકબીજાની સામે હોવાથી આ પાંચ રાજ્યની વિધાન સભાની ચૂંટણીને સેમી ફાઇનલના રુપે જોવામાં આવી રહી છે. ત્યારે હાલમાં જ થયેલ એક સર્વે મુજબ આ પાંચ રાજ્યમાંથી ત્રણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તેવા તારણો મળ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારા વોટ ડિફ્રન્સથી ભાજપને હરાવી હતી. તેથી હવે અન્ય રાજ્યમાં પણ કોંગ્રેસનો દબદબો વધી રહ્યો છે. ત્યારે આ સર્વે મુજબ પાંચમાંથી ત્રણ રાજ્યમાં કોંગ્રેસને મોટું યશ મળશે અને ભાજપને ઘેર ભેગા થવું પડશે તેવી વિગતો જાણવા મળી છે.
આ સર્વેના ઓપીનીયન પોલ મુજબ મિઝોરમમાં કોઇ પણ પક્ષને બહૂમતી નહીં મળે. મિઝોરમમાં વિધાનસભાની 40 બેઠકો છે. ત્યારે અહીં સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સૌથી મોટો પક્ષ સાબિત થશે. અને તેની પાછળ કોંગ્રેસ બીજા ક્રમાંકે રહેશે. અહીં MNFને 13 થી 17 બેઠકો, કોંગ્રેસને 10 થી 14 બેઠકો મળવાની શક્યકતાઓ છે. ઓપીનયન પોલ મુજબ તેલંગાણામાં હાલમાં સત્તાધારી બીઆરએસ પક્ષ અને કોંગ્રેસ વચ્ચે હૂંસાતૂસીની જંગ છે. અહીં વિધાન સભાની 119 બેઠકોમાંતી બીઆરએસને 43 થી 45 બેઠકો મળવાની શક્યતાઓ છે. જ્યારે કોગ્રેસને 48 થી 60 બેઠકો મળી શકે છે. જ્યારે અહીં ભાજપને 5 થી 11 બેઠકો પર સમાધાન માનવું પડશે. સર્વે મુજબ કોંગ્રેસને લગભગ 39 ટકા વોટ મળશે જે પાછલી ચૂંટણીની સરખામણીમાં 10.5 ટકા વધારે છે. જ્યારે સત્તાધારી બીઆરએસને પાછલી ચૂંટણીની સરખામણીમાં 9.4 ટકા ઓછા વોટ મળશે. જ્યારે ભાજપને ફાળે માત્ર 16 ટકા વોટ જશે. પાછલી ચૂંટણીની સરખામણીમાં આ વખતે ભાજપને 9.3 ટકા વધુ વોટ મળશે. અહીં કોંગ્રેસની 48 થી 60 બેઠકો પર જીત થઇ શકે છે. ભાજપ 5 થી 11 બેઠકો પર, બીઆરએસ 43 થી 55 જ્યારે અન્ય ને ફાળે 5 થી 11 બેઠકો જશે.
છત્તીસગઢમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે. સર્વે મુજબ અહીં કોંગ્રેસને 45 ટકા વોટ મળશે. જ્યારે ભાજપને 44 ટકા વોટ મળશે. કુલ 90 બેઠકો છે ત્યારે બહૂમતી મેળવવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે. અહીં કોંગ્રેસને 45 થઈ 51, ભાજપને 39 થી 45અને અન્યને 0 થી 2 બેઠકો મળવાની શક્યતા છે.
મધ્ય પ્રદેશનાં સત્તાફેર થશે તેવું ચિત્ર આ સર્વેમાં દેખાઇ રહ્યું છે. અહીં કોંગ્રેસને સત્તા સ્થાપવાની સારી તક મળી શકે છે. કારણ કે અહીં કોંગ્રેસ અને ભાજપ બંનને 45 ટકા વોટ મળવાની શક્યતાઓ છે. અહીં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. જેમાં કોંગ્રેસને 113થી 125 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 104થી 116 બેઠકો મળવાની શક્યતા છે. એટલે કે બહુમતી માટેનો 116નો આંકડો કોંગ્રેસ આસાનીથી પાર કરી શકશે.
રાજસ્થાનમાં ભાજપની ભવ્ય જીત થતી દેખાઇ રહી છે. અહીં 200 બેઠકોમાંથી 127 થી 137 બેઠકો ભાજપને ફાળે જાય તેવી શક્યતાઓ છે. જ્યારે કોંગ્રેસને 59 થી 69 બેઠકો મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here