ડ્રગ્સ સંશોધન સેન્ટરનો આંરભઃ ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદથી હવે ગુનાઓ ઉકેલાશે

 

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સિસ સેન્ટરનો સોમવારે કેનિ્દ્રય ગૃહ મંત્રી અમીત શાહે આરંભ કરાવ્યો હતો. આ સમારંભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્ય્ાું હતું કે ગુનેગારોની પૂછપરછ માટે હવે થર્ડ ડિગ્રીનો જમાનો ગયો, વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાયન્ટિફિક પુરાવાઓના આધારે ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદથી સરળતાથી ગુનાઓની કબૂલાત અને તેને આનુષાંગિક પુરાવાઓ એકત્રિત કરવાનો જમાનો છે અને તે માટે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તથા ફોરેન્સિક એક્સપર્ટની મદદથી ગુનેગારોને સજા આપવામાં વધુ સફળતા મળશે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કે જે હવે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે તેની પસંદગી કર્યાના માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ યુનિવર્સિટીએ હાઇટેક ટેકનોલોજીથી યુક્ત સાધનો સાથે આ સેન્ટર કાર્યરત કરી દીધું છે. હવે દેશમાંથી પકડાતા તમામ પ્રકારના ડ્રગ્સ અને તેના ઉત્પાદનના સ્થળો ઉપરાંત તેની હેરાફેરી માટે વપરાતા રસ્તાઓનો વિગતવાર રિસર્ચ થઇ શકશે જે દેશના ભાવિને ડ્રગ્સ મુક્ત કરવા ખૂબ જ અસરકારક પૂરવાર થશે. શાહે જણાવ્યુ હતું કે, નો એક્શન અને એકસ્ટ્રીમ એક્શન વચ્ચે મૂંઝવણ અનુભવતા પોલીસ માટે હવે જસ્ટ એક્શન એટલે કે સાહજીક, સાયન્ટિફિક અને ટેકનોલોજીકલ તપાસથી ગુનેગારોને સજા કરાવવા હવે સરળ બનશે.

વધતા જતા ફોરેન્સિક ક્ષેત્રના વ્યાપને ધ્યાને લઇને વિશ્વ કક્ષાની નંબર વન યુનિવર્સિટી ફ્જ્લ્શ્ની શાખા પોતાના રાજ્યોમાં શરૂ કરવા દેશના સાત જેટલા રાજ્યોએ રસ દાખવ્યો છે ત્યારે આ યુનિવર્સિટી તમામ રાજ્યોમાં એક્સટેન્શન સેન્ટર શરૂ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડશે જે દેશના યુવાનોને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં એક્ષ્પર્ટ બનાવવા ઉપરાંત રોજગારી પણ પૂરી પાડશે એટલુ જ નહી દેશની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમને પણ વધુ મજબૂત કરશે.

તેમણે કહ્યું હતું કે ફ્જ્લ્શ્ સ્થિત સાયબર ડિફેન્સ સેન્ટર અને અત્યાધુનિક બેલેસ્ટીક સેન્ટર કે જેની મુલાકાત સીધી તે બંને સેન્ટર પોતાના વિષયમાં અલગ વિશેષ મહત્ત્વ ધરાવે છે તે જોતાં આ બંને ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યું છે. સાયબર ડિફેન્સ સેન્ટર આજના સમયની આર્થિક સ્થિરતાની માંગ છે જે વડા પ્રધાનની પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્યને સાકાર કરવા મહત્ત્વપૂર્ણ સાબિત થશે, જ્યારે બેલેસ્ટીક રિસર્ચ સેન્ટર દેશભરની પોલીસ, સેન્ટર પેરામિલેટરી ફોર્સીસ અને દેશના સૈન્યને વધુ સુરક્ષિત કરવા મહત્વપૂર્ણ સાબિત થશે. અમિત શાહે કહ્યું હતું કે, ભારત દેશનો સરહદી વિસ્તાર સંવેદનશીલ છે જે પોલીસ ફોર્સ માટે પડકારરૂપ છે જેને ચેલેન્જ તરીકે સ્વીકારી તેના નિરાકરણ માટે ફોરેન્સિક સાયન્સ પણ મદદરૂપ સાબિત થઇ શકે એમ છે અને વર્ષો જૂની સી.આર.પી.સી., આઇ.પી.સીની કલમો તથા એવિડન્સ એક્ટની કલમોમાં પરિવર્તન કરવા માંગીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here