આત્મનિર્ભર ભારત બનશે સ્માર્ટ ફોન નિકાસ હબઃ રવિશંકર

 

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત અને દેશને મેન્યુફેકચરિંગ હબ બનાવવાની દિશામાં સરકાર અવિરત નિર્ણય લઈ રહી છે અને તેની અસર જોવા મળી રહી છે. પ્રોડકશન-લિન્ક્ડ ઈન્સેટિવ (પીએલઆઈ) સ્કીમ ૩ લાખ પ્રત્યક્ષ અને ૯ લાખ રોજગારોનું સર્જન થશે એમ ઈલેકટ્રોનિકસ અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું. મોબાઈલ અને ઈલેકટ્રોનિકસ સંબંધે પીએલઆઈ યોજના માટે બાવીસ કંપનીઓની અરજીઓ સરકારને મળી છે. કમ્પોનન્ટ્સ સ્કીમમાં ચાલીસ કંપનીઓએ રસ દાખવ્યો છે. આ કંપનીઓ આગામી પાંચ વર્ષમાં રૂા. ૧૧.૫૦ લાખ કરોડના મોબાઈલ ફોન અને કમ્પોનન્ટ્સ બનાવશે, જેમાંના રૂ. ૭ લાખ કરોડની કિંમતની પેદાશોની નિકાસ થશે. એપલની બીજી સૌથી મોટી કોન્ટ્રેકટ મેન્યુફેકચરર  કંપની પેગાટ્રોન, સેમસંગ, ફોક્ષફોન હોન હેઈ, રાઈઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન જેવી કંપનીઓએ આ યોજના માટે અરજી કરી છે. આ કંપનીઓએ આગામી સમયમાં રૂ. ૧૧હજાર કરોડનું રોકાણ કરવા વચન આપ્યા છે ભારતને સ્માર્ટ ફોન નિકાસનું મથક બનાવવા મોદી સરકારે શરૂ કરેલી આ સ્કીમનું બજેટ ૪૧ હજાર કરોડનું છે અને સરકારનું ધ્યેય તેના મારફત દુનિયાની મોટી મોટી કંપનીઓને ભારતમાં રોકાણાર્થે આકર્ષિત કરવાનું છે. ઉપરોકત અરજીઓ હેઠળ ભારતમાં આવતા પાંચ વર્ષમાં રૂ. ૧પ હજારથી વધુ કિંમતના ૯ લાખ કરોડના મોબાઈલ હેન્ડસેટનું અને રૂ. ૧પ હજારથી ઓછી કિંમતના બે લાખ કરોડ રૂા.ના મોબાઈલ હેન્ડસેટનું ઉત્પાદન થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here