ડેમોક્રેટ ઉમેદવાર હિંદુ કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ કહે છેઃ હું આગામી પ્રમુખપદની ચૂંટણી માટે ઉમેદવારી કરનાર પ્રથમ હિંદુ- અમેરિકન મહિલા હોવાનું ગૌરવ અનુભવી રહી છું.

0
903
U.S. Representative Tulsi Gabbard (D-HI) speaks after being awarded a Frontier Award during a ceremony at the Kennedy School of Government at Harvard University in Cambridge, Massachusetts November 25, 2013. REUTERS/Brian Snyder

 અમેરિકાના પ્રમુખપદ માટેની આગામી ચૂંટણીમાં હિંદુ- અમેરિકન મહિલા તરીકે ઉમેદવારી કરનારાં ડેમોક્રેટિક પક્ષના પ્રથમ હિંદુ કોંગ્રેસ વુમન પોતે હિંદુ છે એ બાબત ગૌરવની લાગણી અનુભવે છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકાના હિંદુ સમુદાય તરફથી મને અભૂતપૂર્વ સાથ- સહકાર પ્રાપ્ત થઈરહ્યો છે. આથી કેટલાક લોકો મને કટ્ટર હિંદુ કહીને મારી ટીકા કરી રહ્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મેં મુલાકાત લીધી એ બાબતને પણ મારા વિરોધીઓ અને કેટલાક મિડિયાકર્મીઓ ખોટી રીતે અવલોકી રહ્યા છે. તેઓ મને કટ્ટરવાદી હિંદુનું બિરુદ આપી રહ્યા છે. અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને મિશેલ ઓબામા – સહુએ નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી છે. તો પછી મને જ કેમ કટ્ટરવાદી હિંદુ ગણાવીને ટીકા કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here