યે કયા હુઆ, કયોં હુઆ, જરા સોચોઃ ઈન્ડિયા ટુડેનો લોકસભાની  આગામી ચૂંટણી વિષયક સર્વે -કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહિ મળે..

0
882

ભારતના પ્રથમ શ્રેણીના પ્રતિષ્ઠિત  રાજકીય અંગ્રેજી મેગેઝિન ઈન્ડિયા ટુડેએ તાજેતરમાં એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. જેના પરિણામો ચોંકાવનારા છે. ઉપરોકત મેગેઝિને કરેલા સર્વે અનુસાર, જો આજની તારીખે ચૂંટણી યોજવામાં આવેતો ભાજપના એનડીએ મોરચાને માત્ર 237 બેઠકો જ મળશે.( 2014માં ભાજપના એનડીએ મોરચાને 543માંથી 336 બેઠકો મળી હતી). . યુપીએ મોરચાને 166 બેઠકો અને અન્ય પક્ષોને 14 બેઠકો મળશે. . 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 282 બેઠકો મેળવી હતી. ઉપરોકત સર્વેક્ષણ મુજબ, ભાજપના એનડીએ મોરચાને 543માંથી કેવળ 237 બેઠકો જ મળવાની આગાહી કરવામાં આવી છે.અર્થાત્ ભાજપને બહુમતી મળવાના કોઈ એંઘાણ વરતાતા નથી. લોકસભાની આગામી ચૂંટણી દેશના રાજકીય તખ્તા પર એવા અવનવા  ને વિસ્મયજનક ફેરફાર લાવશે કે એના દૂરોગામી પરિણામો ભારતની જનતાએ ભોગવવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here