સુપ્રીમ કોર્ટે  ઈચ્છા મૃત્યુને પરવાનગી આપી

0
972

 

ગૌરવ સાથે મૃત્યુ પામવું એ માનવમાત્રનો  અધિકાર છે. અસાધ્ય રોગનો ભોગ બનનારી વ્યક્તિ ખુદ નક્કી કરે કે એને શું કરવું છે?માણસ જયારે નાઈલાજ બની ગયેલા વ્યાધિને કારણે રિબાઈ રહ્યો હોય , ઉપચારો કશું નક્કર પરિણામ ના આપી શકતાં હોય, વ્યકતિ માટે જીવન એક અસહ્ય વેદના- પીડા બની રહ્યું હોય ત્યારે પોતાના જીવનનો અંત લાવવાનો હક- અધિકાર વ્યકતિને મળવો જોઈએ. આ અંગે વરસોથી એની તરફેણ અને વિરોધમાં બુધ્ધિમાન વર્ગ દ્વારા ચર્ચાઓ થતી રહી છે. ઈચ્છા મૃત્યુ અંગે ભારતની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. ઈચ્છા- મૃત્યુને હવે કાયદાની માન્યતા મળી ગઈ છે. મરણપથારીએ પડેલી વ્યકતિની વસિયતમાં જાહેર કરવામાં આવેલી ઈચ્છાને હવે કાયદેસર રીતે માન્ય કરવામાં આવશે. લિવિંગ વિલ- વસિયતનામું  એક એવો લેખિત દસ્તાવેજ હોયછે જેમાં નાઈલાજ સ્થિતિમાં જયારે રોગગ્રસ્ત વ્યકતિ પોતાની સારવાર બાબત કે ઓળખ આપવાની હાલતમાં ન હોય ત્યારે એ વ્યકતિને કેવી રીતે સારવાર આપવી . આવી વ્યકતિને એની જાહેર કરેલી ઈચ્છા પ્રમાણે, ઈચ્છા- મૃત્યુ પ્રદાન કરવા એની સારવાર બંધ કરી દેવામાં આવે છે. જેને પેથિવ યુથેનેશિયા કહવામાં આવે છે. વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની આગેવાનીવાળી પાંચ ન્યાયાધીશોની બેન્ચે ગત વરસે આ બાબત થયેલી પિટિશનનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે એ અંગે ચુકાદો આપીને સર્વોચ્ચ અદાલતે ગંભીર રોગથી પીડાતી નાઈલાજ વ્યકિતને પરાણે સપોર્ટ સિસ્ટમથી જીવિત રાખવાની સારવાર સામે, વ્યકતિની ઈચ્છાનો આદર કરીને એને ગૌરવભેર મરવાના અધિકારને માન્યતા આપી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here