જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં આપને એકંદરે મિશ્ર અનુભવમાંથી પસાર થવું પડશે. નોકરીનું પરિવર્તન શક્ય બનશે. વેપારી વર્ગને વેપાર ધીમો જણાશે. મકાન, જમીનના કામકાજમાં હજી ખાસ લાભ જણાશે નહિ. પરિસ્થિતિ યથાવત્ રહેવા પામશે. દામ્પત્યજીવનમાં સંવાદિતા જણાશે. તબિયતની કાળજી રાખવી હિતાવહ છે. તા. ૧૩, ૧૪, ૧૫ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૧૬, ૧૭ ઉતાવળા નિર્ણયો લેવા નહિ, તા. ૧૭, ૧૮, ૧૯ બપોર પછી રાહત થાય.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. આપની મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે તેવા યોગો જણાય છે. અંતરાયોથી ગભરાશો નહિ. પ્રયત્નો ચાલુ રાખજો. અવશ્ય સફળતા મળશે. ‘નવું હાઉસ’ ખરીદવું હોય કે જૂનું વેચવું હોય તો તેમાં સરળતા જણાશે. આપની ચિંતાઓ હળવી થશે. સંતાનોની તબિયત સાચવજો. તા. ૧૩, ૧૪ આનંદમય દિવસો ગણાય. તા. ૧૫, ૧૬, ૧૭ સફળ દિવસો. તા. ૧૮, ૧૯ સંતાનોની કાળજી રાખવી.

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહમાં કાર્યસફળતા યોગ જણાય છે. નોકરિયાતને મહત્ત્વની તક મળવાની શક્યતાઓ ખરી જ. ધંધાકીય ક્ષેત્રે પણ વિકાસનો નવો માર્ગ મળશે. જમીન, મકાન કે વાહનની લે-વેચના પ્રશ્નો હાથ ધરવા હિતાવહ જણાતા નથી. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું. તા. ૧૩, ૧૪ કાર્યસફળતા યોગ જણાય છે. તા. ૧૫, ૧૬, ૧૭ રાહત જણાય. તા. ૧૮ લાભમય દિવસ. તા. ૧૯ પ્રસન્નતા રહેશે.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં એકંદરે આપને રાહતની અનુભૂતિ થશે. જીવનમાં કોઈ નવીન તક મળે તેમ છે. મકાન તેમ જ જમીનને લગતા પ્રશ્નોમાં સફળતાની આશા રાખી શકાય તેમ છે. દામ્પત્યજીવનમાં વિખવાદ હશે તો નિવારી શકાશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ-પર્યટન શક્ય બને તેમ છે. તા. ૧૩, ૧૪, ૧૫ રાહત જણાય. તા. ૧૬, ૧૭ સફળ દિવસો પસાર થાય. તા. ૧૮ તબિયત સાચવવી. તા. ૧૯ મુશ્કેલી દૂર થાય.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપ પ્રવર્તમાન મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. મકાન કે જમીનને લગતી કામગીરી હશે તો તેમાં પણ સફળતા મળવાના યોગો પ્રબળ જણાય છે. દામ્પત્યજીવનમાં સહકારભર્યું વાતાવરણ તથા સંવાદિતા જળવાશે. સ્નેહીજનો, શુભેચ્છકો સાથેની મુલાકાત શક્ય બનશે. તા. ૧૩, ૧૪, ૧૫ રાહત જણાય. તા. ૧૬, ૧૭ સંવાદિતા જળવાય. તા. ૧૮, ૧૯ મિલન મુલાકાત શક્ય બનશે.

કન્યા (પ.ઠ.ણ.)

સપ્તાહમાં આપનો આનંદ, ઉમંગ જળવાઈ રહે તેવા યોગો જણાય છે. જમીન, મકાન કે દુકાનને લગતા પ્રશ્નોમાં પ્રગતિ જણાય છે. નોકરિયાત વર્ગને પણ વિશેષ રાહત મળે તેવા યોગો પણ ખરા જ. મનની શાંતિ જળવાશે. ધંધાકીય કામકાજ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. ગૃહજીવનના પ્રશ્નોમાં સંયમ તથા સમજદારી રાખવી પડશે. તા. ૧૩, ૧૪, ૧૫ ઉત્સાહ, ઉમંગ જળવાય. તા. ૧૬, ૧૭ વિશેષ રાહત થાય. તા. ૧૮, ૧૯ ગૃહજીવનમાં સંભાળવું.

તુલા (ર.ત.)

આ સપ્તાહમાં આપ હરો-ફરો, પરંતુ મનથી શાંતિ જેવું જણાશે નહિ, હિતશત્રુઓથી ખાસ સાચવવું પડશે. પ્રવાસ પર્યટન માટે સમય સાનુકૂળ જણાતો નથી. ગૃહસ્થજીવનમાં પણ નજીવી બાબતોમાં મનદુઃખ, તકરાર થઈ ન જાય તે માટે વિશેષ કાળજી રાખવી પડશે. વધુ પડતા લાગણીશીલ બનશો તો દુઃખી થશો. તા. ૧૩, ૧૪, ૧૫ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૬, ૧૭ હિતશત્રુઓથી સાચવવું પડશે. તા. ૧૮, ૧૯ દરેક રીતે સંભાળવું જરૂરી છે.

વૃશ્ચિક (ન.ય.)

સપ્તાહની શરૂઆતમાં આપને ચિંતા, ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આપની ચિંતા, ઉચાટ, ઉદ્વેગ ઘટતો જશે. નોકરિયાત વર્ગને કેટલીક પ્રતિકૂળતાઓ બાદ સફળતા મળશે. આપના વિરોધીઓના હાથ હેઠા પડશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. તા. ૧૩, ૧૪, ૧૫ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૬, ૧૭ રાહત જણાય. તા. ૧૮, ૧૯ સફળ દિવસો ગણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. કૌટુંબિક તેમજ અન્ય પ્રકારનાં ખર્ચ વધવા પામશે. આવકમાં થયેલ વધારો જણાશે નહિ. નોકરિયાત વર્ગના પ્રશ્નો હલ થાય તેમ છે તે સિવાય જમીન મકાનને લગતા પ્રશ્નોમાં મુંઝવણ વધે તેવા યોગો જણાય છે. પ્રવાસ, પર્યટન સફળ થાય. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૩, ૧૪, ૧૫ દરેક રીતે સંભાળવું. તા. ૧૬, ૧૭ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૧૮, ૧૯ ઉતાવળા નિર્ણયો લેવા નહિ.

મકર (ખ.જ.)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. ધંધાકીય પ્રશ્નોની કોઈ મૂંઝવણ હશે તો તે દૂર થશે. ભાગીદારીમાં ધંધો હોય તો પરસ્પર મનદુઃખ ન થાય તે માટે સાવધાની રાખવી પડશે. ગૃહજીવનમાં વિસંવાદિતા રહે તેવી સંભાવના પણ ખરી જ. પ્રવાસ, પર્યટન માટે સમય સાનુકૂળ નથી. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૩, ૧૪, ૧૫ મિશ્ર અનુભવો થાય. તા. ૧૬, ૧૭ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૮ મિશ્ર દિવસ. તા. ૧૯ બપોર પછી રાહત થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહમાં શરૂઆતમાં આપને સાનુકૂળતા જણાશે. સર્વ કાર્યો સરળતાથી પતે તેવું બનશે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ વિશેષ પ્રયત્નો પછી અલ્પ પરિણામ મળતું જોવા મળશે. વિદ્યાર્થી વર્ગને માનસિક તાણ વધે તેવા યોગોને નકારી શકાય તેમ નથી, વાહનથી ખાસ સંભાળવું. તા. ૧૩, ૧૪, ૧૫ સાનુકૂળ દિવસો પસાર થાય. તા. ૧૬, ૧૭ લાભકારક દિવસો. તા. ૧૮, ૧૯ ચિંતા વધે તેવા યોગો જણાય છે.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયમાં કાર્ય સફળતાનો યોગ થાય છે. આપનાં ઘરનાં-બહારનાં નાનાં મોટાં તમામ કાર્યોમાં આપને સફળતા મળતી જણાશે. સંતાનો માટે પણ સમય શુભ પુરવાર થશે. નોકરીયાત વર્ગની મહત્ત્વની કામગીરી સફળ થતી જોવા મળશે. સ્વજનથી મનદુઃખ ન થાય તેની કાળજી રાખવી, જરૂરી જણાય છે. તા. ૧૩, ૧૪ કાર્ય સફળતાનો યોગ થાય છે. તા. ૧૫ સામાન્ય દિવસ ગણાય. તા. ૧૬, ૧૭, ૧૮ સફળતા મળશે. તા. ૧૯ દરેક રીતે સંભાળવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here