ભારતની મેડિકલ ડિપ્લોમસીઃ ૧૦૮ દેશોને ૮.૫ કરોડ HCQ ટેબલેટ અને પેરાસિટામોલ મોકલી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંકટમાં ભારતે છેલ્લા સપ્તાહમાં ૧૦૦થી વધુ દેશોને રોગચાળા સામે લડવા માટે દવા મોકલી છે. એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપતા જણાવ્યું કે ભારત ૧૦૮ દેશોને ૮.૫ કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન (HCQ) ટેબલેટ અને ૫૦ કરોડ પેરાસિટોમોલ ટેબલેટ મોકલી રહી છે, તે ઉપરાંત પેરાસિટામોલ ટેબલેટ બનાવવા માટે ૧ હજાર ટન મિશ્રણ પણ મોકલ્યું છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી ભારત ૬૦ દેશોમાં ૪ હજારથી વધુ કન્સાઇનમેન્ટ મોકલી ચુક્યું છે, મેડિકલ સપ્લાઇ કુલ ૧૦૮ દેશોને મોકલી રહ્યું છે.
આ પુરવઠો ઇન્ડિયન એર ફોર્સનાં વિમાન, વિદેશી નાગરિકોને લઇ જતા ચાર્ટર પ્લેન, અને બીજા ડિપ્લોમેટિક કાર્ગો દ્વારા મોકલવામાં આવી રહ્યો છે, આ એક બહુ મોટું અને ઘણું જટીલ અભિયાન છે. કેમ કે ભારત સહિત મોટાભાગનાં દેશોમાં વિમાન ઉડ્ડયન સેવા બંધ છે.
બુધવારે મોરેસિયસ અને સેસલ્સનાં સ્પેશિયલ ઇન્ડિયન એરફોર્સનાં વિમાનોથી દવા મોકલી છે, સ્પેશિયલ ચાર્ટરથી અફઘાનિસ્તાનમાં પણ દવા મોકલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
સાઉથ બ્લોકનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ કોરોના વાઇરસનાં વિરુદ્ધના જંગમાં ૩૧ દેશોને ૫૦ લાખ ણ્ઘ્મ્ ટેબલેટ અને મોટી સંખ્યામાં પેરાસિટામોલ મોકલાવી ચુક્યું છે, અથવા તે દિશામાં કાર્યવાહી થઇ રહી છે.
ભારત ૨૪ દેશો અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાંસ, સ્પેન, અને નેધરલેન્ડને ૮ કરોડ HCQ ટેબલેટ વ્યાપારિક કરાર હેઠળ દવા મોકલી છે, જ્યારે ઇટાલી, સ્વિડન અને સિંગાપુર સહિત બાવન દેશોને પેરાસિટામોલ ટેબલેટ મોટા જથ્થામાં મોકલી છે.
એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે પહેલા દવા તે મિત્ર દેશોને મોકલવાનો પ્રયાસ છે, જે આ વાઇરસથી ખરાબ રીતે પ્રભાવિત છે, અમે કેટલાક દેશોની અપીલને મંજૂર કરી રહ્યા છીએ.