જ્યોતિષ રાશિ ભવિષ્ય

(તા. 14 જૂલાઈ ૨૦૨૩થી તા. 20 જૂલાઈ ૨૦૨૩ સુધી)

 

મેષ (અ,લ,ઈ)

માનસિક બેચેની કે નિરાશાઅો દૂર થતાં આનંદ અનુભવી શકશો. પરિણામે શારીરિક – માનસિક સ્વાસ્થ્ય પણ સુધરવા પામશે. નાણાભીડ-આર્થિક સંકટમાંથી ઊગરી જશો. આવકવૃદ્ધિનો યોગ પણ નકારી શકાય તેમ નથી. અટવાયેલા લાભો સુલભ બનતાં વિશેષ આનંદ માણી શકશો. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯ સામાન્ય દિવસ. તા. ૨૦ શુભ સમાચાર મળે.

વૃષભ (બ,વ,ઉ)

પ્રગતિકારક અને આશાસ્પદ વર્તમાનમાંથી આપ પસાર થઈ રહ્ના છો. આપના સઘળા પ્રયત્નો ફળદાયી બનતાં વિશેષ આનંદની અનુભૂતિનો આસ્વાદ આપને માટે સુલભ જણાય છે. આપનાં આયોજનો આડેના અંતરાયો અદૃશ્ય થશે. નોકરિયાત વર્ગને ગૂંચવાયેલા પ્રશ્નો હલ થતાં હાશકારો થશે. તા. ૧૪, ૧૫, ૧૬ પ્રગતિકારક રચના થાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯ બપોર પછી રાહત થાય. તા. ૨૦ સામાન્ય દિવસ.

 

મિથુન (ક,છ,ધ)

આર્થિક બાબતોમાં સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નાણાભીડ આપને માટે સમસ્યારૂપ જણાશે. વ્યર્થ ખર્ચ પર સભાનપણે અંકુશ રાખવો રહ્ના. નોકરિયાત વર્ગ ઊભા થયેલા અંતરાયોને ઓળંગી શકશે. મહત્ત્વની વ્યક્તિ લાભકારી બની રહેશે. વેપાર-ધંધાની કામગીરીમાં વિલંબ છતાંય વિશેષ સફળતા મળશે. તા. ૧૪, ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૧૭, ૧૮ પ્રગતિકારક રચના થાય. તા. ૧૯ લાભ થાય. તા. ૨૦ બપોર પછી રાહત થાય.

 

કર્ક (ડ,હ)

સંભવિત મુશ્કેલી આપની મૂંઝવણને વધારશે. આવશ્યક અર્થ ઉપાર્જન વિલંબિત થતાં આપની પરિસ્થિતિ વિકટ ન બને તે જોવું રહ્યું. ધંધાકીય બાબતોમાં એકંદરે રાહત જણાશે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે. ગૃહજીવનમાં એકંદરે એકતા-સંવાદિતા સ્થાપિત રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય વિશેષ શુભ જણાય છે. તા. ૧૪, ૧૫, ૧૬ દરેક રીતે સંભાળવું. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯, ૨૦ સામાન્ય દિવસો ગણાય. તા. 13 શુભ કાર્ય થઈ શકે.

સિંહ (મ,ટ)

મહત્ત્વના શુભ સંકેતો સાકાર થતા જાવા મળશે. આપની આયોજિત યોજના સફળતાના આરે લઈ જશે. પ્રગતિ થશે. નોકરિયાત વર્ગ માટે સ્થાનફેરના યોગો – યોગકારક બનતા જણાય છે. ઉપસ્થિત વિશેષ ખર્ચના પ્રસંગોને પહોîચી વળશે. દામ્પત્યજીવનમાં માન-મોભો અને મર્યાદા જાળવી લાગણીઓનો ખ્યાલ રાખી સહનશીલતા કેળવવી અનિવાર્ય બની રહેશે. તા. ૧૪, ૧૫, ૧૬ સફળ દિવસો. તા. ૧૭, ૧૮ લાભ. તા. ૧૯, ૨૦ મિશ્ર દિવસ.

કન્યા (પ,ઠ,ણ)

શુભ સંકેતોનો સથવારો આપને પ્રફુલ્લિત રાખશે. આશા-ઉમંગ-ઉત્સાહનો સફળ સંચાર સુખદ બની રહેશે. આર્થિક ઉપાર્જન યથાવત્ ચાલુ રહેશે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. વ્યવસાયમાં વિકાસવૃદ્ધિ દૃષ્ટિગોચર થશે. દામ્પત્યજીવનમાં મધુરતા-સંવાદિતાભર્યુ વાતાવરણ જામશે. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ આર્થિક લાભ થઈ શકે. તા. ૧૯ સામાન્ય દિવસ ગણાય. તા. ૨૦ બપોર પછી રાહત થાય.

 

તુલા (ર,ત)

પરિસ્થિતિ સાનુકૂળ અને સમસ્યાને હલ કરનાર નીવડશે. આર્થિક વિટંબણાઓ ભલે ચાલુ રહેવા પામે છતાં તે દિશાસૂચક બનશે. અગત્યનાં કામો અટવાય તેમ નથી. નાણાકીય સહાય સુલભ બનશે. નોકરિયાત વર્ગ વિશેષ આનંદની અનુભૂતિ માણી શકશે. ધંધાકીય પ્રશ્નો ઉકેલાતાં ઉમંગ વધશે. તા. ૧૪, ૧૫ સફળતા મળે. તા. ૧૬, ૧૭, ૧૮ આનંદમય દિવસો ગણાય. તા. ૧૯ સામાન્ય દિવસ. તા. ૨૦ લાભ થાય.

વૃશ્ચિક (ન,ય)

આપના અંગત પ્રશ્નો હવે ઉકેલી શકશો. મહત્ત્વની કામગીરી સફળ થતી જાવા મળશે. હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ જણાય છે. આર્થિક સ્થિતિ પરિસ્થિતિમાં સુધારો થતો જાવા મળશે. વધારાનું આર્થિક ઉપાર્જન પણ સુલભ જણાય છે. સંભવિત ખર્ચાઅો અંગે જરૂરી થઈ શકશે. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯ રચનાત્મક કાર્ય થઈ શકે. તા. ૨૦ શુભ દિવસ ગણાય.

ધન (ભ,ધ,ફ,ઢ)

 

પ્રવર્તિત ગ્રહો અનુસાર એક તરફ સફળતા-વિકાસની તકો સુલભ બનશે, બીજી તરફ નજીવા અંતરાયો આપનાં અરમાનોને અવરોધશે. આર્થિક લાભાલાભની દૃષ્ટિએ મધ્યમ રહેશે. આવકની સામે જાવક જાર પકડશે તે સિવાય પારિવારિક પ્રશ્નોમાં દામ્પત્યજીવનમાં વિશેષ શાંતિ સંવાદિતા થશે. સપ્તાહના અંત ભાગમાં વડીલોની તબિયત સાચવવી. તા. ૧૪, ૧૫, ૧૬ મધ્યમ દિવસો ગણાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯, ૨૦ દરેક કાર્ય સંભાળીને કરવું.

 

મકર (જ,ખ)

આપની મૂંઝવણના પ્રશ્નો પતી જતાં માનસિક રાહત સાથે સ્વસ્થતા સાંપડશે. નાણાકીય પ્રતિકૂળતા હોવા છતાંય કેટલાંક અગત્યનાં નાણાંકીય પ્રતિકૂળતા હોવા છતાંય કેટલાંક અગત્યનાં નાણાંકીય કાર્યો સરળતાથી પૂર્ણ થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. મકાન-સંપત્તિ કે વાહન વિષયક પ્રશ્નોનો સુખદ ઉકેલ મળી શકે તેમ છે. તા. ૧૪, ૧૫, ૧૬ સફળતા મળે. તા. ૧૭, ૧૮ શુભ દિવસો. તા. ૧૯ સામાન્ય દિવસ. તા. ૨૦ બપોર પછી રાહત થાય.

કુંભ (ગ,શ,સ,ષ)

આનંદ-ઉલ્લાસભર્યો આ સમયગાળો આપને સર્વ પ્રકારે શાંતિનો સંદેશ આપશે. નાણાકીય બાબતોમાં પણ રાહત જણાય તમ છે. જાવકની સામે આવકનો પ્રવાહ પર્યાપ્ત જણાશે. નોકરિયાત વર્ગ માટે ઉન્નતિની તકો ઊભી થઈ શકશે તે સિવાય મકાન વાહનની બાબતોનાં સંદર્ભમાં સાનુકૂળતા રહેશે. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદપ્રદ દિવસો ગણાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯ બપોર પછી રાહત થાય. તા. ૨૦ શુભ દિવસ ગણાય.

 

મીન (દ.ચ,ઝ,થ)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં ઉચાટ, ઉદ્વેગ નું આવરણ ઊભું થવાની શક્યતા જણાય છે. જેમ જેમ સમય વીતશે તેમ તેમ પ્રતિકૂળતાઓ માંથી મુક્ત થવાનો માર્ગ પણ મોકળો થયેલો જાવા મળશે. મકાન, જમીનને લગતા પ્રશ્નો અંગે હજી સમય પ્રતિકૂળ સમજવો. ધાર્યું કામ ધારી રીતે સફળ કરવાની ધારણા ખોટી પડશે માટે સાચવવું. તા. ૧૪, ૧૫, ૧૬ દરેક રીતે સંભાળવું જરૂરી છે. તા. ૧૭, ૧૮ પ્રગતિકારક રચના થાય. તા. ૧૯, ૨૦ શુભ દિવસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here