જૂનાગઢની પ્રચાર-સભામાં  વડાપ્રધાન મોદીનું નિવેદન- નહેરુ-ગાંધી પરિવારને ગુજરાતીઓ પ્રત્યે તિરસ્કાર છે. તેમણે હંમેશા ગુજરાતની અસ્મિતાનો અનાદર કર્યો છે.

0
871

.

ગુજરાતના સોનગઢ અને જૂનાગઢમાં જંગી પ્રચાર-સભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ એ માત્ર એક જ પરિવારની કથા છે.નહેરુ- ગાંધી પરિવારે હંમેશા ગુજરાતીઓ સાથે ઓરમાયુંં વર્તન કરીને તેમનું અપમાન કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ જેવા ગુજરાતના  નેતાઓ પ્રત્યે અયોગ્ય અને અન્યાયી વર્તન કર્યું છે. હવે ગુજરાતના એક ચાવાળા પર તેમણે નિશાન સાધ્યું છે. પાકિસ્તાનના આતંકવાદીઓના કેમ્પો પર જયારે એર- સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે વિરોધ પક્ષોને એ ગમ્યું નહિ.તેઓ જાતજાતના આક્ષેપો કરવા માંડ્યા. તેમણે ભારતના સૈન્યની ગરિમાનું અપમાન કર્યું . કોઈ પણ દેશ ત્યારે જ વિકાસ સાધી શકે છે જયારે એ પૂરેપૂરો સલામત અને સુરક્ષિત હોય. વડાપ્રધાને કહ્યું હતું કે, મોદી આતંકવાદને ખત્મ કરવા માગે છે, અને વિપક્ષ મોદીને હટાવવા માગે છે. આપના ગુજરાતના પુત્રને,આપના ચોકીદારને તેઓ અપશબ્દો બોલે છે. એવો કોઈ અપશબ્દ નથી કે જેનો તેમણે ઉપયોગ ન કર્યો હોય.

 વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના યોગદાનને યાદ કરતાં કહ્યું હતું કે, જો સરદાર ન હોત તો આજે કાશ્મીર ભારતની પાસે છે, તે ન હોત. ઈતિહાસ પણ  એવાતની સાક્ષી પૂરશેકે કોંગ્રેસની નહેરુ- ગાંધી સરકારે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા મહાન નેતાઓને નિશાન બનાવ્યા હતા. હવે મારો વારો આવ્યો છે. વિપક્ષને ચિંતા થાય છે કે સરદારને હટાવ્યા, મોરારજી દેસાીને હટાવ્યા પરંતું આ ચાવાળાનું શું કરીએ? આ મોદીના પાંચ વરસ તો પૂરં થઈ ગયા !વડાપ્રધાન મોદીએ ગુજરાતની પ્રજાને પોતાની અસ્મિતાનું ગૌરવ જાળવવાની અપીલ કરી હતી. વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગર્બવતી મહિલાઓના પૈસા લૂંટે છે. મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસના નેતાોના ઘર અને ઓફિસમાંથી કોથળાઓ ભરી ભરીને ચલણી નોટો મળી આવી હતી. કોંગ્રેસના નેતાઓના ભ્રષ્ટાચારી વહીવટીતંત્રની આ સાબિતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here