વડાપ્રધાન નરેન્દ્ મોદીની રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠકનો આરંભ : બેઠક બે દિવસ સુધી ચાલશે. 

 

        દેશમાં કોરોનાને પ્રસરતો રોકવા અને કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવા માટે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે મોદી સરકારે સાવચેતીના અનેક પગલાં ભર્યા, જેને લીધે જગતના અન્ય વિકસિત દેશોમાં થયેલા કોરોનાના પ્રસારની સરખામણીએ ભારતમાં સંક્રમણ કાબૂમાં રહ્યું હતું. આમ છતાં છેલ્લા બેસપ્તાહમાાં અને લોકડાઉન હળવું  કરાયા બાદ સંક્રમણમાં વધારો થતો જોવા મળ્યો હોવાથી મોદી સરકાર ચિંતિત છે. આથી રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વિડિયો -કોન્ફરન્સ યોજીને, પરસ્પર  ચર્ચા- વિચારણા કરીને હવે શું શું પગલાં લેવાં તે  નક્કી કરવામાં આવશે. કોરોનાનાં પ્રસારને અટકાવવા માટે નવી રણનીતિ નક્કી કરવી, તેમજ લોકોના રોજિંદા જીવનની ગતિવિધિને પુન ચેતનવંતી બનાવવા માટે શું કરવું વગેરે બાબતો અંગે વિચારણા કરાશે. છેલ્લા 88 દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરે છે. આજે વડાપ્રધાન દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. આ  બે દિવસની મંત્રણા પૂરી થયા બાદ એ વાત જાણવા મળશે કે ફરી લોકડાઉન આવશે કે રાહત મળશે. પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, છત્તીસગઢ , ત્રિપુરા, હિમાચલ, ગોવા, દમણ- દીવ વગેરે રાજયોમાં કોરોનાની રફતાર ધીમી છે, યા આ પ્રદેશોમાં રિકવરી રેટ સારો છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હીમાં કોરોનાનાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં થયા છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાને રોકવા માટે કેન્દ્ર સરકાર રાજ્યોને વધુ અધિકારો આપશે. સોથી વધુ અસરકર્તા શહેરોમાં નિયંત્રણો વધુ કડક બનાવવામાં આવે તેવી સંભાવના છે. આ બેઠક દરમિયાન કેટલાક રાજ્યો તેમના માટે આર્થિક સહાયની માગણી પણ કરશે. રાજ્યમાં અર્થ તંત્ર પાટા પર આવે  તેમાટે તમામ પ્રયાસ કરવા જરૂરી છે. એ અંગે રાજ્ય સરકાર કેન્દ્ર પાસેથી માર્ગદર્શન મેળવીને પગલાં લેશે એવું માનવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here