જર્મનીમાં ઉજવાતા વિશ્વના સૌથી મોટા બિયર ફેસ્ટીવલમાં બે લાખ લોકો ભાગ લઈ રહ્નાં છે

 

મ્યૂનિખઃ  જર્મનીના બવેરિયા પ્રાંતમાં વિશ્વનો સૌથી મોટો બિયર ફેસ્ટિવલ શરૂ થયો છે. જે મ્યૂનિખ ઓકટોબરફેસ્ટ તરીકે ઓળખાય છે. આના આયોજકોઍ પહેલા યોજાતા ઓકટોબરફેસ્ટનું પેટન્ટ લીધું છે. અંગ્રેજી મહિના પરથી ઓકટોબર ફેસ્ટ નામ પડ્યું છે. આયોજન પાછળ અંદાજે ૮૫ કરોડ યૂરોનો ખર્ચ થાય છે. ૧૨૦૦થી વધુ કર્મચારીઓ યુદ્ધસ્તર પર કામ કરે છે. સપ્ટેમ્બરના ત્રીજા શનિવારથી માંડીને ઓકટોબર મહિનાના પ્રથમ સોમવાર સુધી ચાલે છે. મુજબ ૧૭ ઓકટોબરથી ઓકટોબર સુધી ચાલશે. જર્મનીના બવેરિયા પ્રાંતની રાજધાની મ્યૂનિખ પાસે ૨૦ જેટલા ટેન્ટમાં .૨૦ લાખ લોકો સમાય છે. મુલાકાતીઓ બવેરિયાની પરંપરાગત બીયર પીવે છે. સ્થાનિક સંગીત સાંભળે છે અને બેવરિયન ફૂડનો આનંદ માણે છે. ઓકટોબરફેસ્ટમાં બીયર બોતલમાં મળતી નથી, પરંતુ બવેરિયાની ઓળખ ગણાતા બીયર મગમાં પીરસવામાં આવે છે તેને માસ ક્રુગ પણ કહેવામાં આવે છે. બરફ અને બિયરઍ મ્યૂનિખની મોટી ઓળખ ગણાય છે. ફેસ્ટિવલમાં લિટર બીયરનો ભાવ ૧૨ થી ૧૩ યુરોમાં મળે છે. બવેરિયાના ફેસ્ટમાં પહેલા ઓછામાં ઓછા ૧૦ લોકોના ગ્રુપમાં પ્રવેશ મળતો હતો. વર્ષે સિંગલ વ્યકિતને પણ પ્રવેશ આપવામાં આવે છે. બેવરિયાના લોકોમાં ફેસ્ટિવલ સાથે લાગણીઓ જોડાયેલી છે. કેટલાક ટેન્ટમાં તો ૧૫૦ વર્ષ પહેલા યોજાયેલા ફેસ્ટીવલના ચિત્રો ટિંગાડેલા જોવા મળે છે. બિયર ફેસ્ટીવલની શરૂઆત ઇસ ૧૮૧૦માં બવેરિયા પ્રાંતના રાજા લુડવિષ પ્રથમના લગ્ન સમયે થઇ હતી. રાણીનું નામ થેરેજ હિલ્ડબુર્ગહાઉઝેન હતું, રાજાઍ રાણી સાથે લગ્ન કર્યા તેની બિયર પાર્ટી રાખી જેમાં સમગ્ર મ્યુનિખ શહેરને આમંત્રણ આપ્યું હતું. ૧૨ ઓકટોબર ૧૮૧૦ના રોજ મોટો લોકોત્સવ ઉજવાયો જે આજે પણ ચાલું છે. ભારતમાં બેંગ્લોરમાં જર્મન બિયર ફેસ્ટિવલ ઓકટોફેસ્ટ યોજાય છેજે મ્યૂનિખમાં યોજાતા સામૂહિક ફેસ્ટિવલનો ઍક ભાગ છે. જયાં પણ જર્મન કલાકારો અને સંગીતકારો ભાગ લે છે. બવેરિયાનું ભોજન અને બિયર ઉપલબ્ધ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here