જમ્મુ- કાશ્મીરમાં લાદવામાં આવેલા નિયંત્રણોની એક સપ્તાહમાં સમીક્ષા કરો, લોકતંત્રમાં ઈન્ટરનેટ – એ પણ અભિવ્યક્તિની આઝાદીનો જ ભાગ છે. ઈન્ટરનેટના ઉપયોગ માટેની સ્વતંત્રતા એ ભારતના બંધારણના અનુચ્છેદ 19નો ભાગ છે : સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ …

0
1072

 

     જમ્મુ- કાશ્મીરના કેન્દ્રસાસિત પ્રદેશોમાં લાદવામાં આવેલાં નિયંત્રણોઃ ઈન્ટરનેટ પર પ્રતિબંધ, 144ની કલમ દ્વારા અવારનવાર લાદવામાં આવતી સંચારબંધી વગેરેનો પડકારતી પિટિશનની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારના આપખુદી વલણના આકરા શબ્દોમાં ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટ બેન્ચે જણાવ્યું હતું કે, ઈન્ટરનેટની સુવિધા અને એનો ઉપયોગ – એ ભારતના બંધારણની કલમ 19નો એક ભાગ છે. ભારતીય સંવિધાને ભારતના નાગરિકને આપેલી  અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હિસ્સો છે. . એના પર ત્યારે જ પ્રતિબંધ લગાવી શકાય જયારે કોઈ વિકલ્પ બાકી ના રહ્યો હોય. વહીવટી તંત્રે દરેક પ્રાસંગિક કારણોની યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે સરકારને આદેશ આપ્યો હતો કે, તે દરેક પ્રસંગ માટે કારણ રજૂ કરે, જેમાં 144મી કલમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય . સુપ્રીમ કોર્ટની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, સ્કૂલ- કોલેજ અને હોસ્પિટલ જેવી અનિવાર્ય સેવા કરતી સંસ્થાઓને ઈન્ટરનેટની સુવિધા આપવી જોઈએ. અલગ વિચારોને દબાવવાના સાધન તરીકે 144મી કલમનો ઉપયોગ ન કરી શકાય  અમે જમ્મુ- કાશ્મીરમાં સુરક્ષા અને સલામતીની સાથે સાથે માનવઅધિકાર અને સ્વતંત્રતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરીશું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મેજિસ્ટ્રેટે નિયમ લાગુ કરતા સમયે પોતાના મગજનો ઉપયોગ કરવો જોઈએ અને બંધારણના નિયમનું પાલન કરવું જોઈએ. 

   જસ્ટિસ રમન્ના, જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ ગવઈની બેન્ચે આ સુનાવણી કરી હતી. કલમ 144ના મુદે્ જસ્ટિસ રમન્નએ જણાવ્યું હતું કે, આ કલમ માત્ર કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે જ લાગુ કરી શકાય. માત્ર અસહમતીના કારણે આ કલમ લાગુ ન થઈ શકે. લોકોને પોતાની અસહમતી વ્યક્ત કરવાનો અધિકાર છે. ઈન્ટરનેટને નક્કી કરેલી સમય મર્યાદાની બદલે પોતાની મરજી પ્રમાણે બંધ રાખવું એ પણ ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here