આગામી ત્રણ સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ વધી જવાનો ભય વ્યક્ત કરતું નીતિ આયોગ …

 

   દેશમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ વધુ વણસી શકે એવી આશંકા નીતિ આયોગે વ્યક્ત કરી હતી. આગામી ત્રણ સપ્તાહ દરમિયાન કોરોના વકરશે તો હાલત વધુ બદતર બનશે. આથી એની સામે કમર કસીને લોકોએ સાવધાની રાખીને લડવું જ પડશે. નીતિ આયોગની આરોગ્ય વિષયક કમિટીના સભ્ય વી કે. પોલે કેન્દ્રશાસિત પ્રદેશોને કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવાની  રણનીતિ પર કામ કરવાની સલાહ આપી હતી. કેન્દ્રીય ગૃહ સચિવે એક વર્ચ્યુઅલ મિટિંગમાં જણાવ્યું હતું કે, આ વરસે જાન્યુઆરી મહિનામાં દરેક દિવસે કોરોનાના 320, 000 નવા કેસ નોંધાતા હતા. જોકે હવે આ કેસની સંખ્યા દસ ગણી વધી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે,9 એપ્રિલના દિવસે દેશમાં કુલ એક લાખ, 31  હજાર એકટિવ કેસ મળ્યા હતા, જયારે 20 એપ્રિલના દિવસે  તે વધીને બે લાખ, 73 હજાર જેટલા  થયા હતા. 

  તેમણે જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસોમાં આવનારા સંકટને પહોંચી વળવા માટે પહેલેથી જ હોસ્પિટલોના આંતરિક માળખાને ( ઈન્ફ્રાસ્ટ્રકચર) મજબૂત બનાવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આપણે આર. ટી. – પીસીઆર ટેસ્ટમાં પણ વધારો કરવો જોઈએ. તે ઉપરાંત રેપિડ એન્ટીજન ટેસ્ટને પણ ચાલુ રાખવા જોઈએ. કોરોનાની ગાઈડલાઈન વધુ કડક રીતે અમલી બનાવવા નો તેમણે આગ્રહ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here