છત્તીસગઢમાં નકસલવાદથી પ્રભાવિત 8 જિલ્લાની 18 બેઠકો માટે આજે 12 નવેમ્બરે મતદાન- બપોરના સમયગાળા સુધીમાં 40થી 45 ટકા મતદાન થયું ..

0
945
Reuters

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીનો પહેલો તબક્કો આજથી શરૂ થઈ ગયો હતો. નકસલવાદથી પ્રભાવિત રાજયના આઠેક જેટલા જિલ્લાઓમાં વિધાનસભાની 18 બેઠકો માટે આજે મતદાન કરવામાં આવ્યું હતું. દાંતીવાડામાં મતદાન દરમિયાન આઈઈડી બ્લાસ્ટ થયો હતો. જોકે તેને લીધે કોઈ જાનહાનિ થઈ નથી. જયારે બીજાપુરમાં નકસલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. નકસલવાદીઓએ લોકોને મતદાન નહિ કરવાની ધમકી આપી હતી.તેમણે સામાન્ય જનતાને ધમકી આપતા પોસ્ટરો પણ બહાર પાડયા હતા. તેમણે પોસ્ટરોમાં લખ્યું હતું કે, નકલી છત્તીસગઢની ચૂંટણીનો બહિષ્કાર કરો. ભાજપને ભગાડો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here