ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન : કોરોના વાયરસની હકીકત ચીને છુપાવી રાખી, તેના પ્રસારને ચીનમાં  નકારવામાં આવ્યો એટલે આખા વિશ્વની પ્રજાને સહન કરવું પડ્યું છે….

 

     કોરોનાને મામલે અમેરિકા અને ચીન સામસામે આવી ગયા છે. અમેરિકાનું વહીવટીતંત્ર ચીન સામે આક્ષેપો કરી રહ્યું છે. પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સામે લડાયક મિજાજમાં છે. તેઓ કહે છેઃ કોરોનાને ચીનમાં ન રોકવામાંઆવ્યો, જાણીબુઝીને સાચી હકીકત છુપાવવામાં આવી એને કારણે હાલ જગતની હાલત નરક જેવી બની ગઈ છે. દુનિયાના 184 દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અમેરિકન નેતાઓ એવી માગ કરી રહ્યા છેકે, હવે અમેરિકાએ વ્યાપાર- વાઇમઝય સહિત દરેક બાબતે ચીન સાથેનું આદાન- પ્રદાન ઓછું કરવું જોઈએ. વિષેષ કરીને નિર્માણ અને ખનિજો માટે ચીન પરની નિર્ભરતા ઓછી કરવાની જરૂર છે. અમેરિકા માની રહ્યું છે કે કોરોનાના પ્રસાર માટે ચીન જ જવાબદાર છે અને એનો જવાબ આપવો જ પડશે. અમેરિકાની અર્થ- વ્યવસ્થાને છિન્ન- ભિન્ન કરવા માટે ચીન જ જવાબદાર છે. જો ચીને અગાઉથી ચેતવ્યા હોત તો વિશ્વની અર્થ- વ્યવસ્થાનો વિનાશ ન થાત. જેે રીતે જર્મની ચીન પાસે કોરોનાને કારણે થયેલા નુકસાનનું વળતર માગી રહ્યું છે, તેનાથી વધુ વળતર અમેરિકા ચીન પાસે માગશે અને ચીને એ ભરપાઈ કરવું જ પડશે. 

    પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, ચીન નથી ઈચ્છતું  કે, આગામી પ્રમુખપદની ચૂંટણીમાં મારી જીત થાય આથી મને પરાજિત કરવાના ઇરાદાથી જ આ કોરોનાનું ષડયંત્ર કરાયૂું છે.