છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ વિધાનસભા પહોંચ્યા સંસ્કૃતમાં લખ્યું ‘ગોમય વસતે લક્ષ્મી 

 

રાયપુરઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન બધેલના હાથમાં રહેલી એક બ્રીફકેસ ખૂબ જ ચર્ચામાં છે. આ બ્રીફ કેસ ગોબરમાંથી બનેલી છે. આ બ્રીફકેસ પર સંસ્કૃતમાં ‘ગોમય વસતે લક્ષ્મી” અર્થાત ગોબરમાં લક્ષ્મીનો વાસ હોય છે. 

દેશમાં એવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ બજેટ લાવવા માટે ગોબરમાંથી બનેલી બ્રીફકેસનો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ ચામડા કે યૂટમાંથી બનેલી બ્રીફકેસનો ઉપયોગ કરે છે. આ બ્રીફકેસને રાયપુર ગોકુલ ધામ ગૌઠાનમાં કામ કરતી “એક પહલ’ મહિલા સ્વંય સહાયતા સમુહની મહિલાઓએ તૈયાર કરી છે. 

આ બ્રીફ કેસની ખાસયત એ છે કે તેને ગોબર પાઉડર, ચૂનાનો પાઉડર અને ગ્વાર ગમના મિશ્રણમાંથી ૧૦ દિવસની સખ્ત મહેનત પછી તૈયાર કરવામાં આવી છે. બજેટ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલી આ બ્રીફકેસનું હેન્ડલ અને કોર્નર કોંડાગાંવ શહેરના સમુહે બસ્તર આર્ટ કારીગર પાસે તૈયાર કરાવ્યું છે. 

છત્તીસગઢમાં એવી માન્યતા છે કે ગોબર લક્ષ્મીનું પ્રતીક છે. રાજ્યમાં ઘરને તહેવારમાં ગોબરથી લીપવાની પરંપરા છે. તેને ધ્યાનમાં રાખીને સ્વયં સહાયતા સમુહની મહિલાઓએ ગોમય બ્રીફકેસ બનાવી છે. જેથી મુખ્યમંત્રીના હાથે આ બ્રીફકેસથી છત્તીસગઢના પ્રત્યેક ઘરમાં બજેટરૂપી લક્ષ્મીનો પ્રવેશ થાય અને છત્તીસગઢનો દરેક નાગરિક આર્થિક રીતે સમુદ્ધ બને. રાજ્યમાં ગૌધન ન્યાય યોજનાની શરૂઆત ૨૦૨૧માં કરવામાં આવી હતી. તેનો હેતુ પશુપાલકોને લાભ પહોંચાડવાનો છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર પશુપાલકો પાસેથી ગાયનું ગોબર ખરીદે છે. તેના બદલામાં તેમને પૈસા આપવામાં આવે છે. ૨૦૨૨ સુધીમાં આ યોજનાનો ઘણા પશુપાલકો લાભ પણ ઉઠાવી ચૂક્યા છે. 

આ અંતર્ગત સરકાર ગાયો માટે કામ કરી રહી છે. રાજ્ય સરકારે તેના માટે સમગ્ર રાજ્યમાં અલગ-અલગ ગૌશાળાનું પણ નિર્માણ કર્યું છે. તેમાં ગાયોની દેખરેખ રખાઈ રહી છે અને તેમના ગોબરમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું પણ કામ કરવામાં આવે છે. 

ગૌધન ન્યાય યોજનાએ સમગ્ર દેશમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેની પ્રશંસા વડાપ્રધાન અને કૃષિ મામલાની સંસદીય સમિતિ પણ કરી ચૂકી છે. ગૌધન ન્યાય યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૧૦૫૯૧ ગૌશાળાને મંજૂરી મળી છે. આ પૈકીની ૮૦૪૮ ગૌશાળાઓનું નિર્માણ પુરૂ થઈ ગયું છે. રાજ્યની ૨૮૦૦ ગૌશાળા સ્વાવલંબી થઈ ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here