પ્રધાનમંત્રી મોદીએ યુકેનના રાષ્ટ્રપતિ સાથે ૩૫ મિનિટ અને પુતિન સાથે ૫૦ મિનિટ વાત કરી

 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ ૫૦ મિનિટ સુધી વાત કરી હતી. તેમણે એ વાત પર સૌથી વધુ ભાર મૂક્યો કે યુદ્ધ ક્ષેત્રમાંથી ભારતીયોને સલામત રીતે બહાર નીકળવા દેવા જોઈએ. મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતની પણ પ્રશંસા કરી હતી. મોદીએ રશિયા તરફથી યુદ્ધવિરામની જાહેરાત અને માનવતાવાદી કોરિડોરની રચના બાબતની પણ પ્રશંસા કરી હતી. 

પુતિન સાથે વાત કરતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્કી સાથે પણ ફોન પર ૩૫ મિનિટ સુધી વાત કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી વડાપ્રધાન મોદીએ ઝેલેન્કી સાથે પહેલીવાર વાત કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ ૩૫ મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન તેમણે રશિયા-યુકેન વચ્ચેના સીધા સંવાદની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેનના સમર્થનનો આભાર માન્યો હતો. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે યુકેન સરકારનો સહયોગ માંગ્યો હતો. મોદીએ કહ્યું હતું કે મને આશા છે કે સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટેના પ્રયાસોમાં યુક્રેન સરકાર સતત મદદ કરતી રહેશે. 

વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ રશિયાએ ફ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ભારતનું સમર્થન માંગ્યું હતું. બંને નેતાઓએ બીજી વખત વાતચીત કરી હતી. જેમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. પીએમ મોદીએ યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ઝેલેસ્કી અને પુતિન સાથે વાતચીત દરમિયાન ચર્ચા કરી હતી. 

કેન્દ્ર સરકારે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. આ સાથે ભારતીય નાગરિકોને બહાર નીકળવા માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરતાં પહેલાં યુક્રેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે પણ યુદ્ધવિરામ માટે હાકલ કરી છે, જેને રશિયાએ પસંદગીપૂર્વક લાગુ કર્યું છે. 

રશિયા વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ પર મતદાન થયું હતું. પ્રસ્તાવની તરફેણમાં ૧૪૧ અને વિરોધમાં ૫ મત પડ્યા હતા. ભારત સહિત ૩૫ દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં રશિયા, બેલારૂસ, ઉત્તર કોરિયા, ઈરિટ્રિયા અને સીરિયા હતા. ગેરહાજરીમાં ભારત, ચીન પાકિસ્તાન, ઈરાક અને ઈરાનનો સમાવેશ થાય છે. રશિયા-યુકેન યુદ્ધ પર ભારતનું વલણ મહત્ત્વપૂર્ણ છે. ભારતે યુક્રેનિયન નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને યુકેનને માનવતાવાદી સહાય મોકલી છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા સામેના પ્રસ્તાવથી દૂર રહ્યું છે. યુકેનના રાષ્ટ્રપતિ ઝેલેન્કીની ભારત તરફથી રાજકીય સમર્થનની માગ પર, પીએમ મોદીએ શાંતિ પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવાની વાત કરી હતી. મોદીએ યુદ્ધ પર ઊંડી વ્યથા વ્યક્ત કરી હતી અને હિંસાનો તાત્કાલિક અંત લાવવા અપીલ કરી હતી. 

રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ રશિયા-યુકેન કટોકટીની સ્થિતિ અને સ્થળાંતર કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી છે. છેલ્લા એક સપ્તાહમાં ઓપરેશન ગંગા હેઠળ ૧૦,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પાર્થિવ અને સુમી સિવાય લગભગ તમામ ભારતીયોને બાકીના યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here