ચીને વુહાનની સરકારી રિસર્ચ લેબમાં બનાવેલો જીવલેણ કોરોના વાઈરસ?

 

બીજિંગઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસની દહેશત સમગ્ર દુનિયામાં છે. દરરોજ નોવલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯)થી સંક્રમિત થતાં લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે હજુ પણ એક મોટો સવાલ છે કે આખરે આ ખતરનાક વાઇરસની શરૂઆત ક્યાંથી થઈ. આ વાઇરસને લઈને એક ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. કહેવાય છે કે આ વાઇરસને ચીને પોતે જ પોતાની લેબમાં પેદા કર્યો છે. ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનને આ બીમારીનું કેન્દ્ર ગણવામાં આવ્યું છે, પરંતુ હવે ચીની વૈજ્ઞાનિકોનું માનવું છે કે બની શકે કે કોરોના વાઇરસની શરૂઆત વુહાનના ફિશ માર્કેટમાં ૩૦૦ ગજમાં ફેલાયેલા એક સરકારી રિસર્ચ લેબથી થઈ હોય. 

ચીનની સરકારી સાઉથ ચાઇના યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના જણાવ્યા મુજબ, હુબેઈ પ્રાંતમાં વુહાન સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ (ષ્ણ્ઘ્ઝ઼ઘ્)એ રોગ ફેલાવનારી આ બીમારના વાઇરસને જન્મ આપ્યો હોઈ શકે છે. સ્કોલર બોતાઓ શાઓ અને લી શાઓનો દાવો છે કે ષ્ણ્ઘ્ઝ઼ઘ્એ લેબમાં એવાં જાનવરોને રાખ્યાં છે, જેનાથી બીમારીઓ ફેલાઈ શકે છે, જેમાં ૬૦૫ ચામાચીડિયાં પણ સામેલ હતાં. તેમના જણાવ્યા મુજબ, બની શકે કે ૨૦૧૯-ઘ્ંસ્ કોરોના વાઇરસની શરૂઆત અહીંથી થઈ હોય.’ આ ઉપરાંત તેમના રિસર્ચ પેપરમાં પણ એમ કહેવાયું છે કે કોરોના વાઇરસ માટે જવાબદાર ચામાચીડિયાએ એકવાર એક રિસર્ચર પર હુમલો કરી દીધો અને ચામાચીડિયાનું લોહી તેની સ્કિનમાં ભળી ગયું. 

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે રોગીઓમાંથી મળેલા જીનોમ સિક્વેન્સ ૯૬ કે ૮૯ ટકા હતા, જે બેટ ઘ્ંઘ્ ક્ષ્ઘ્૪૫ કોરોના વાઇરસ સમાન છે, પરંતુ આ મૂળ રીતે રાઇનોફસ એફિનિસમાં મળી આવે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે અહીં હાજર દેશી ચામાચીડિયા વુહાનના સીફૂડ માર્કેટથી લગભગ ૬૦૦ માઇલ દૂર મળી આવે છે અને યુનન તથા ઝેજિયાંગ પ્રાંતથી ઊડીને આવેલા ચામાચીડિયાંની સંખ્યા કદાચ ખૂબ ઓછી રહી હશે. આ ઉપરાંત સ્થાનિક લોકોને ચામાચીડિયા ખાવાની સલાહ બહુ ઓછી અપાય છે. ૩૧ સ્થાનિકો અને ૨૮ વિઝિટર્સે પણ આ અંગે સાક્ષી પુરાવી છે. ફક્ત ૩૦૦ ગજની લેબ ઉપરાંત આ વૈજ્ઞાનિકોઓએ એમ પણ કહ્યું હતું કે આ રિસર્ચ ષ્ણ્ઘ્ઝ઼ઘ્ની થોડા ગજની મોટી લેબમાં થઈ રહ્યો હતો. 

રિપોર્ટ મુજબ ષ્ણ્ઘ્ઝ઼ઘ્માં એક રિસર્ચરે જણાવ્યું હતું કે એક ચામાચીડિયાનું લોહી સ્કિનમાં આવ્યા બાદ તે વ્યક્તિએ પોતાની જાતને બે અઠવાડિયાં સુધી અલગ રાખી હતી. આ વ્યક્તિએ એક ચામાચીડિયા દ્વારા પેશાબ કરાયા બાદ પણ પોતાને અલગ રાખી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે ષ્ણ્ઘ્ઝ઼ઘ્ને પાસેની યુનિયન હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવાઈ હતી. જ્યાં ડોક્ટર્સનું પહેલું ગ્રુપ કોરોના વાઇરસથી સંક્રમિત થયું હતું. શક્ય છે કે વાઇરસ આસપાસ ફેલાયો હોય અને એમાંથી કેટલાકે આ ખતરનાક બીમારીના પ્રાથમિક દરદીઓને પોતાની ચપેટમાં લીધા હોય. રિપોર્ટમાં કહેવાયું છે કે બની શકે કે વુહાન ઇનિ્સ્ટટ્યૂટ ઓફ વાયરોલોજીએ વાઇરસ લીક કર્યો હોય. આ અગાઉ પણ આ પ્રકારના અહેવાલો સામે આવી ચૂક્યા છે. 

રિપોર્ટ મુજબ, આ લેબે જ જણાવ્યું હતું કે ચીની હોર્સશુ ચામાચીડિયા જ ૨૦૦૨-૨૦૦૩માં ફેલાયેલા સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાઇરસ (લ્ખ્ય્લ્-ઘ્ંસ્) માટે જવાબદાર હતાં. આ રિપોર્ટના અંતમાં કહેવાયું છે કે બની શકે કે જીવલેણ કોરોના વાઇરસની શરૂઆત વુહાનની એક લેબથી થઈ હોય. નોંધવા જેવી વાત છે કે દુનિયાભરમાં અત્યારસુધી ૭૦,૦૦૦થી વધુ લોકો આ બીમારીથી પ્રભાવિત થયા છે, જ્યારે ચીનમાં ૧૯૦૦ લોકોના જીવ ગયા છે. મોટા ભાગનાં મોત હુબેઈ પ્રાંતમાં થયા છે, જે આ બીમારીનું કેન્દ્ર છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here