ચીની Shareit વિરુદ્ધ Googleની નવી એપ લોન્ચ, સેકન્ડમાં થશે મોટી ફાઇલ ટ્રાન્સફર

Google. (File Photo: IANS)

 

નવી દિલ્હીઃ ચીની ફાઇલ ટ્રાન્સફર Shareit  સરકાર દ્વારા બેન કર્યા બાદ હવે સર્ચ એન્જિન કંપની ગૂગલે પોતાની એક એપ લોન્ચ કરી છે. આ એપને કંપનીએ  Nearby Share નામ આપ્યું છે. આ એપ પણ એપલના ખ્જ્ઞ્શ્વઝ઼શ્વંષ્ટની જેમ જે આઇફોનમાં કામ કરે છે. નિયરબાય શેરમાં એન્ડ્રોઇડ યૂઝર પર સરળતાથી નજીકના ફોનમાં બ્લૂટૂથ દ્વારા ફોટો, ફાઇલ અને લિંક્સને શેર કરી શકશે. ગૂગલનું નવું ફીચર એન્ડ્રોઇડ યૂઝરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેની મદદથી એન્ડ્રોઇડ યૂઝર એકથી બીજી ડિવાઇસમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. તે માટે તેને ખુબ ઓછો સમય લાગશે. એન્ડ્રોઇડમાં આ નવું ફીચર OS Anrioid 6 અને ત્યારબાદ બધી ડિવાઇસમાં આપવામાં આવશે. ફોટોથી લઈને વીડિયો અને લિંક્સ પણ આ ફીચરની મદદથી શેર કરી શકાશે. Apple ડિવાઇસમાં એયરડ્રોપની મદદથી ડેટા ટ્રાન્સફર કરવો સરળ છે. યૂઝર સીમલેસ ડેટા એક મોબાઇલથી બીજા મોબાઇલ, મોબાઇલથી મેકબુક અને મેકબુકથી મેકબુકમાં ટ્રાન્સફર સરળ અને ફાસ્ટ કરી શકાય છે. એયરડ્રોપના માધ્યમથી Apple થી Apple ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરવો સુરક્ષિત પણ છે. તેમાં સામાન્ય રીતે વાઇરસ આવવાનો કે ડેટા ચોરી થવાનો ખતરો રહેતો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here