ભારતીય લશ્કર રશિયાના ઇક્વિપમેન્ટ્સ વગર અસરકારકતાથી કામ ન કરી શકેઃ સીઆરએસ

Indian Army soldiers participate in a war exercise during a two-day "Know Your Army" exhibition in Ahmedabad, India, August 19, 2016. REUTERS/Amit Dave

 

વોશિંગ્ટનઃ ભારતની રશિયાના હથિયારો અને ઇક્વિપમેન્ટ્સ પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, ભારતીય લશ્કર રશિયાના ઇક્વિપમેન્ટ્સ વગર અસરકારકતાથી કામ કરી શકે નહીં. ટૂંકા અને મધ્યમ ગાળામાં તેને વેપન સિસ્ટમ્સ માટે રશિયા પર નિર્ભર રહેવું પડશે એવું તારણ કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)ના અહેવાલમાં વ્યક્ત કરાયું છે. 

જો બાયડેન સરકાર દ્વારા ભારતને રશિયા પાસેથી હથિયારો ખરીદતા અટકાવવા તેમજ અમેરિકાના કાઉન્ટરિંગ અમેરિકાઝ એવર્સરિઝ થ્રુ સેન્ક્શન્સ એક્ટ (સીએએટીએસએ) હેઠળ ભારત પર પગલાં લેવા કે નહીં તેના મહત્ત્વના નિર્ણય પહેલાં આ અહેવાલ જારી કરાયો છે. સીઆરએસ દ્વારા રશિયન આર્મ્સ, સેલ્સ એન્ડ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી અંગેના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતના ઘણા એનાલિસ્ટ્સ માને છે કે, ભારતીય લશ્કર રશિયાના ઇક્વિપમેન્ટ્સ સપ્લાય વગર અસરકારક રીતે કામ કરી શકવાની સ્થિતિમાં નથી. અમેરિકાના એક વરિષ્ઠ વિશ્લેષકના જણાવ્યા અનુસાર રશિયા પાસેથી ભારત દ્વારા હથિયારોની સતત ખરીદી ચાલુ છે. તેને લીધે રશિયા ભારત પર પ્રભાવની સ્થિતિમાં છે.

ભારત પર રશિયાનો મોટા ભાગનો પ્રભાવ અન્ય કોઇ દેશ ભારતને નિકાસ કરતું ન હોય એવી વેપન સિસ્ટમ્સ અને ટેક્નોલોજિસ પૂરા પાડવાની ઇચ્છાશક્તિ પર આધાર રાખે છે. રશિયા ભારતને પ્રમાણમાં આકર્ષક દરે આધુનિક વેપન પ્લેટફોર્મ્સ ઓફર કરે છે. જોકે, ૨૦૧૫થી મોદી સરકારના શાસનમાં રશિયાથી આયાત કરાતા ઇક્વિપમેન્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 

સીઆરએસના અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતની રશિયામાં બનેલી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ્સ ખરીદવાની યોજના પર ૨૦૧૬થી કામ ચાલુ છે. જેને લીધે અમેરિકા ઘ્ખ્ખ્વ્લ્ખ્ની કલમ ૨૩૧ હેઠળ પ્રતિબંધ મૂકી શકે. અહેવાલમાં જણાવ્યા અનુસાર રશિયાના હથિયારોની આયાત ઘટવા છતાં ભારતે ૨૦૧૯માં રશિયા સાથે એસ-૪૦૦ સિસ્ટમ્સ માટે ૫.૪ અબજ ડોલરના કોન્ટ્રાક્ટ માટે ૮૦ કરોડ ડોલર સુપરત કર્યા હતા.

ભારતીય લશ્કરની મુખ્ય યુદ્ધ ટેન્ક હાલ રશિયન વ્-૭૨પ્૧ (૬૬ ટકા) અને વ્-૯૦લ્ (૩૦ ટકા)માંથી બને છે. ભારતીય નેવીનું એક માત્ર સક્રિય એરક્રાફ્ટ કેરિયર સોવિયત યુગનું રિફર્બિશ્ડ જહાજ છે.

નેવીના લડાયક કાફલામાં ૪૩ મિગ-૨૯કે/કેયુબી સામેલ છે. નેવીના ૧૦ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સમાંથી ચાર રશિયાના છે અને તેના ૧૭માંથી છ ફ્રિગેટ્સ પણ રશિયન છે. નેવીની એક માત્ર પરમાણુ સબમરીન રશિયા પાસેથી લીઝ પર લેવાઈ છે અને ૧૪માંથી આઠ સબમરીન રશિયાના કિલો ક્લાસની છે. ભારતીય એર ફોર્સના ૬૬૭ પ્લેનના કાફલાના ઇક્વિપમેન્ટ્સમાં પણ રશિયાનો મોટો હિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here