ગ્વાલિયરના રાજવી અને ભાજપના નેતા જયોતિરાદિત્ય સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયા કોરોના પોઝિટિવ … સારવાર ચાલી રહી છે..

 

                            સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ભાજપમાં પ્રવેશ કરનારા મહત્વાકાંક્ષી યુવા નેતા અને ગ્વાલિયરના રાજવી જયોતિરાદિત્ય સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયાને કોરોના પોઝિટિવ હોવાની માહિતી જાણવા મળી હતી. આધારભૂત માહિતી સૂત્રોના જણાવ્યા અનુસાર,જયોતિરાદિત્યને તપાસમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા હતા, જયારે તેમના માતા માધવી રાજે સિંધિયાને તો કોરોનાનાં કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. ગત સોમવારે ગળામાં ખરાશ અને નજીવો તાવ હોવાનું જણાયા બાદ તેમને દિલ્હીની મેકસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.એ જ દિવસે તેમનો કોરોના અંગે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હજી સુધી હોસ્પિટલના આધિકારિક સૂત્રો  કે સિંધિંયા પરિવાર દ્વારા કોરોના સંક્રમણ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મળતી માહિતી અનુસાર, પાંચ દિવસ પહેલા જયોતિરાદિત્ય સિંધિયા, તેમનાં માતા માધવી રાજે સિંધિયા. પત્ની પ્રિયદર્શિની પુત્ર મહાઆર્યમન અને પુત્રી અનન્યા રાજેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમના પત્ની તેમજ પુત્ર – પુત્રીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ જયોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. 

        ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જયોતિરાદિત્ય સિંધિયા અને તેમનાં માતા જલ્દી સાજા થઈ જાય એવી પ્રર્થના કરી હતી. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું હતું કે, આ સારા સમાચાર નથી. તેમણે જયોતિરાદિત્ય સિંધિયા જલ્દી સ્વસ્થ થઈ જાય એવી આશા વ્યક્ત કરી હતી. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ તેમની શીઘ્ર સ્વસ્થતા માટે પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here