ગોધરા સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક હિંડોળા દર્શન

પંચમહાલઃ ગુજરાતમાં સૌપ્રથમ વખત રૂા.75 લાખના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. આ કલાત્મક હિંડોળા શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 5 કલાકની મહેનત બાદ ચલણી નોટના કલાત્મક હિંડોળા તૈયાર કરાયા હતા. જેમાં ભારતીય ચલણી નોટો અને અમેરિકન ડોલરની ચલણી નોટોનો પ્રથમવાર ઉપયોગ કરાયો હતો. આ 75 લાખની ચલણી નોટના હિંડોળાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
ગોધરાના વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભારતીય ચલણની રૂપિયા 10થી લઇ 500 સુધીની ચલણી નોટોનો તેમજ પ્રથમવાર વિદેશી ચલણી નોટોનો ઉપયોગ કરી 75 લાખની ચલણી નોટોના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ પ્રકારે ભગવાનને લાડ લડાવી રાજી કરવાનો અને કૃપા મેળવવાનો ભક્તો ભક્તિભાવે પ્રયાસ કરે છે.
આવા ભક્તિમય માહોલમાં પવિત્ર એકાદશીના દિવસે ભગવાનને હિંડોળામાં ઝુલાવીને ભક્તિ કરવા ભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણના આઠમા વશંજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના સમર્થ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના 75મા વર્ષમાં મંગલપ્રવેશ અને અમૃત મહોત્સવ નિમિત્ત ગોધરા વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 75 લાખની ચલણી નોટો અને ડોલરના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેનો ગોધરા નગરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 75 લાખની ચલણી નોટો અને ડોલરના હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેમાં ભારતીય ચલણની રૂપિયા 10, 20, 50, 100, 200, 500ની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમેરિકન ડોલરની ચલણી નોટોનો પણ પ્રથમવાર ઉપયોગ કરી કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. હિંડોળામાં ભારતીય ચલણની 500ની નોટના 103 બંડલ કિંમત રૂ. 51,50,000, 200ની નોટના 49 બંડલ કિંમત રૂ. 9,80,000, 100ની નોટના 94 બંડલ કિંમત રૂ. 9,40,000, 50ની નોટના 24 બંડલ કિંમત રૂ. 1,20,000, 20ની નોટના 22 બંડલ કિંમત રૂ. 44,000, 10ની નોટના 2 બંડલ કિંમત રૂ. 2000 મળીને રૂપિયા 72,36,000ની કિંમતની ભારતીય ચલણી નોટો અને 7600 અમેરિકન ડોલર કિંમત રૂ. 6,45,000નો ઉપયોગ કરી 75 લાખથી વ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here