લેખક ડો. યોગેશ ગુપ્તાની કોલકાતા લિટરલી કાર્નિવલમાં એવોર્ડ માટે પસંદગી

અમદાવાદઃ અમદાવાદના જાણીતા કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડો. યોગેશ ગુપ્તાની તેમના પ્રથમ પુસ્તક- ‘કોવિડ ડાયરીઝ: વાયરસ વર્સસ વી’ની કોલકાતા લિટરરી કાર્નિવલ 2024 દ્વારા ઇમર્જિંગ ઓથર ઓફ ધ યર-નોન ફિક્શન કેટેગરીમાં એવોર્ડ માટે પસંદગી થઈ છે. તેમને જાન્યુઆરી 2024માં કોલકાતા લિટરરી કાર્નિવલમાં આ એવોર્ડ એનાયત થશે. આ પુસ્તક અત્યારે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને તે ગુજરાતી, હિન્દી સહિત અન્ય પાંચ ભાષાઓમાં અને ઓડિયો બુક સ્વરૂપે પણ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આ પુસ્તકમાં ડો. ગુપ્તાના કોરોનાકાળના અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં મેડિકલ વ્યવસ્થાતંત્ર, દર્દીઓ, સરકારી તંત્ર વગેરે સહભાગીઓના સુખ-દુઃખના અનુભવો-પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. યુદ્ધમાં જે સૈનિકો પર આપણે વિશ્વાસ કરીએ છીએ અને તેઓ કોઇ લાભ માટે નિર્દોષ નાગરિકોની હત્યા કરવાનું શરૂ કરે તો વધુ વિનાશ થાય છે. એવી જ રીતે કોવિડમાં પણ જ્યારે વાયરસ બદલાયો હતો, ત્યારે ઘણા કોરોના યોદ્ધાઓમાં પણ પરિવર્તન આવ્યું હતું. આ પુસ્તકમાં વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here