ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં, ૩૮૦ નવા કેસ, ૨૮ મૃત્યુ અને ૧૧૯ દર્દી થયા ડિસ્ચાર્જ

 

ગાંધીનગરઃ  ગુજરાતમાં કોરોના વાયરસનો કેર જારી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૩૮૦ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૬૬૨૫ થઈ ગઈ છે. તો છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૧૯ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ લોકોના મૃત્યુ પણ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૯૧, વડોદરામાં ૧૬, સુરતમાં ૩૧, ભાવનગરમાં ૬, આણંદમાં ૧, ગાંધીનગરમાં ૨, બનાસકાંઠામાં ૧૫, પંચમહાલમાં ૨, બોટાદમાં ૭, દાહોદમાં ૨, ખેડા ૧, જામનગર ૧, સાબરકાંઠા ૧ અને મહીસાગરમાં ૧ કેસ નોંધાયો છે. 

રાજ્યમાં અત્યાર સુધી ૩૯૬ મૃત્યુ, ૧૫૦૦ ડિસ્ચાર્જ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક ૩૯૬ પર પહોંચી ગયો છે. તો આજે ૧૧૯ લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ ૧૫૦૦ લોકો કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. તો છેલ્લા ૨૪ કલાકમાં જે મૃત્યુ થયા તેમાં ૨૫ લોકોના મોત અમદાવાદમાં તો ગાંધીનગર, સાબરકાંઠા અને વડોદરામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 

અત્યાર સુધી રાજ્યભરમાં ૯૫૧૯૧ ટેસ્ટ

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૯૫૧૯૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૬૨૫ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો ૮૮૫૬૬ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હાલ રાજ્યમાં ૪૭૨૯ એક્ટિવ કેસ છે. જેમાંથી ૨૬ લોકો વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ૫૮૦૬૩ લોકો ક્વોરેન્ટાઇનમાં છે. જેમાંથી ૫૩૪૪૪ લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જ્યારે ૪૩૯૨ સરકારી ફેસિલીટીમાં અને ખાનગી ફેસિલીટીમાં ૨૨૭ લોકો ક્વોરેન્ટાઇનમાં છે. 

અમદાવાદમાં નવા ૨૯૧ કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ૪૭૩૫ પર પહોંચી ગઈ છે. તો અમદાવાદમાં અત્યાર સુધી ૨૯૮ લોકોના મોત થયા છે. જ્યારે ૭૭૮ લોકો ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ બાદ ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ ૭૭૨ કેસ સામે આવ્યા છે. તો વડોદરામાં ૪૨૧ કેસ નોંધાયા છે. 

કોરોના કાબૂ બહાર જતા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારે પેરામિલિટરી ફોર્સની ૮ કંપનીઓ ઉતારી છે. તો સાથે જ સુરતમાં વધુ ૩ કંપનીઓ સાથે પેરામિલિટરી ફોર્સની ૬ કંપનીઓ મેદાનમાં છે. તો વડોદરામાં બે કંપનીઓ તૈનાત છે.  અમદાવાદમાં પરિસ્થિતિ અતિગંભીર બની ગઈ છે. અમદાવાદમાં કોરોનાને કન્ટ્રોલ કરવા માટે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે હવે અમદાવાદને સીલબંધ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પરિસ્થિતિને થાળે પાડવા પોલીસ અને સરકાર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતી નથી. આ અંગે ડીજીપીએ જણાવ્યું કે, હવે કન્ટેન્મેન્ટ એરિયાની સુરક્ષા માટે પેરામિલટરીની વધુ કંપનીઓ તૈનાત કરાશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને વધુ સાત કંપની ફાળવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here