લશ્કર હટાવો, નહીંતર ભયંકર પરિણામો ભોગવવા તૈયાર રહોઃ તાલિબાનની ચેતવણી

 

કાબુલઃ તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનના લોકો દ્વારા દેશ છોડવાનું ચાલુ જ છે. અને મોટી સંખ્યામાં લોકો પોતપોતાના દેશોમાં પરત ફરી રહ્યા છે. ત્યારે અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાનથી લગભગ નીકળી ગયા છે, પરંતુ તાલિબાન શાસનને કારણે ત્યાંના લોકોને બહાર કાઢવા માટે મોટી સંખ્યામાં અમેરિકન સૈનિક કાબુલ એરપોર્ટ પર હાજર છે. 

હાલ તો અમેરિકી સૈનિકોએ કાબુલ એરપોર્ટ કબજે કર્યું છે. દરમિયાન તાલિબાને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે અને ૩૧ તારીખ સુધીમાં જ તેમનું લશ્કર અહીંથી દૂર કરવાની ફરજ પાડી છે. તાલિબાનના પ્રવક્તા સોહેલ શાહીને સોમવારે એક નિવેદન આપ્યું છે કે જો અમેરિકા પોતાના સૈનિકોને પાછા ખેંચવામાં વિલંબ કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. જો અમેરિકી સૈન્ય ૩૧ ઓગસ્ટ સુધીમાં અહીંથી ખસી જાય અન્યથા તેને ભયંકર પરિણામોનો સામનો કરવો પડશે અને આ રીતે હવે કાબુલ એરપોર્ટને પણ તાલિબાન સંપૂર્ણ બાનમાં લઇ રહ્યું છે, ત્યારે અન્ય દેશના લોકોને આ વિવાદથી પણ માઠી અસર થઇ શકે છે.

હકીકતમાં, તાલિબાન લડવૈયાઓએ ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી પરિસ્થિતિ બગડી રહી છે. મોટી સંખ્યામાં લોકો દેશ છોડી રહ્યા છે. આ સિવાય લોકો પોતાના વતન પરત ફરવા માટે કાબુલ એરપોર્ટ પહોંચી રહ્યા છે. લોકોની સુરક્ષા માટે અમેરિકી સૈનિકો કાબુલ એરપોર્ટ પર તૈનાત છે. અમેરિકન સૈનિકોના જણાવ્યા મુજબ વિવિધ દેશોના વિમાનો ત્યાંથી ઉડાન ભરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ ભારતીયો પણ ત્યાંથી પરત ફર્યા છે. આ હોવા છતાં, મોટી સંખ્યામાં લોકો ત્યાં હજુ જીવન જોખમે હાજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here