ત્રિપદા ફાઉન્ડેશન, અસાઈત સાહિત્ય સભાના ઉપક્રમે સાહિત્યત્રિવેણી કાર્યક્રમ યોજાયો

અમદાવાદ : તાજેતરમાં ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્યસભાના ઉપક્રમે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક, વક્તવ્ય અને કવિસંમેલનનો સાહિત્યત્રિવેણી કાર્યક્રમ યોજાઈ ગયો હતો. ત્રિપદા હેલ્થકેરના ચેરમેન નવનીત મોદીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું કે, ‘આવી પ્રવૃત્તિ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે છે’. પદ્મશ્રી પુરસ્કૃત સર્જક કુમારપાળ દેસાઇએ આ વિશિષ્ટ કાર્યક્રમને બિરદાવતા કહ્યું કે, ‘વિચાર વહેંચવાની આ ઉત્તમ પ્રવૃત્તિનો વધુમાં વધુ વિસ્તાર થવો જોઈએ.’ જાણીતા નાટ્યકાર વિનાયક રાવલ અને સુપ્રસિદ્ધ કવિ માધવ રામાનુજે સાહિત્યની સમાજ સાથેની નિસ્બત પ્રગટ કરી હતી.
મુસાફિર પાલનપુરી, સંજુ વાળા, રક્ષા શુક્લ અને હરદ્વાર ગોસ્વામીએ કાવ્યપાઠ કર્યો હતો. દીવાન ઠાકોરે ટૂંકીવાર્તા ‘મીણબત્તી’ અને ગિરિમા ઘારેખાને ‘ભીનું ભીનું વાદળ’ વિશે વાત કરી હતી. ડો. કેશુભાઈ દેસાઈએ નવલકથાના સ્વરૂપ સંદર્ભે અને સુનીલ મેવાડાએ નવલકથા ‘કથાનક’ની વાત કરી હતી. મુધર્ન્ય સાહિત્યકાર યશવંત મહેતાએ બાળસાહિત્યના દુષ્કાળની ચિંતા અને ચિન્તન અને હરીશ પંડ્યાએ ‘ચકો ચકી હોટલમાં’ બાળવાર્તાની રજૂઆત કરી હતી. યશોધર હ. રાવલે સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું. પાંચ સર્જનાત્મક સ્વરૂપોના સર્જકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સર્જકને શાલ, સ્મૃતિચિહ્ન અને અગિયાર હજાર રૂપિયાથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here