કોરોના સામેની લડતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો પ્રવાસી ભારતીયોનો સાથ

 

નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ વિરુદ્ધ લડાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાભરના પ્રવાસી ભારતીય સંગઠનોનું સમર્થન મળ્યું છે. પ્રવાસી ભારતીયોએ ભારતની કોરોના વિરુદ્ધ જંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રત્યે પોતાની એકજૂથતા વ્યક્ત કરી છે. તેમણે મોદીના પ્રયત્નોને બિરદાવ્યા છે. 

ન્યુ ઝીલેન્ડથી લઈને સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી લઈને યુનાઈટેડ કિંગડમ સુધી, ૫૦૦થી વધુ પ્રવાસી ભારતીય સંગઠનોએ કોરોના વાઇરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે વડા પ્રધાન મોદીની સક્રિય પહેલનું સમર્થન કર્યું છે. દુનિયાભરના અલગ દેશોમાં રહેતા પ્રવાસી ભારતીયોના સંગઠનોએ કોરોના સામે જંગમાં પોતાની જિંદગી દાવ પર લગાવીને બીજાની મદદ કરનારાઓને સલામ કરી છે. સંગઠનોએ કોવિડ ૧૯ના આ દોરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો સાથ આપનારા તમામ સરકારી, પ્રાઈવેટ અને સોશિયલ સેક્ટરના સંગઠનોને  પણ બિરદાવ્યાં છે. પ્રવાસી સંગઠનોએ ભારતની ૧૩૦ કરોડની જનતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-નિર્દેશોનું પાલન કરવાની અપીલ પણ કરી છે. સંગઠનોએ અપીલ કરતા કહ્યું કે, અમે તમામ ભાઈઓ અને બહેનોને પરીક્ષાની આ ઘડીમાં વિશ્વાસ, મજબુતાઈ જાળવી રાખવાની અપીલ કરીએ છીએ. તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બહાર પાડવામાં આવેલા તમામ દિશા નિર્દેશોનું પાલન કરો. આ સંકટની ઘડીમાં અમે આપણે ભાગીદાર બનીએ અને એક ઉજ્જવળ તથા સારા ભવિષ્ય માટે એકજૂથ થઈએ. ભારતીય સમુદાય કોરોના સંકટકાળમાં વિદ્યાર્થીઓને જરૂરી વસ્તુઓ, આવાસ, વિઝા સંબંધિત સહાયતા, ફી અને અન્ય શૈક્ષણિક મામલાઓ ઉપર પણ સહયોગ કરી રહ્યો છે. તમામ સંગઠનોએ મોદીના કોરોના સામે લડતા હોવા છતાં આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ પહોંચાડવાના પ્રયત્નોના વખાણ કર્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here