તમારા ઇમિગ્રેશન એટર્નીને પૂછવા જેવા પ્રશ્નો

 

ઇમિગ્રેશનની પ્રેક્ટિસ ઘણી કોમ્પ્લેક્સ છે અને ખૂબ કાળજીપૂર્વક અને ચીવટ સાથે તેને પાર પાડવાની હોય છે. ઇમિગ્રેશનના મુદ્દે તમે કાનૂની સલાહ લેવાના હોય ત્યારે તમારી ઇચ્છા હોવાની કે તમારા કેસને દરેક તબક્કે સારી રીતે સંભાળવામાં આવે. સારા એટર્નીને પસંદ કરવા એ પણ એક પડકાર હોય છે, ત્યારે અહીં તમને યોગ્ય માર્ગદર્શન માટે કેટલાક સવાલો સૂચવીએ છીએ, જે તમારે તમારા એટર્નીને પૂછવા જોઈએ.

એટર્નીને પૂછવા જેવા પ્રશ્નો

સૌ પ્રથમ તો તમારે ઇમિગ્રેશન લોના ક્ષેત્રમાં તમારા એટર્ની કામ કરે છે કે કેમ તે જાણી લેવું જોઈએ. અર્થાત્ તેમની પ્રાયોરિટી ઇમિગ્રેશનની બાબતો છે કે કેમ તે પૂછી લો, કેમ કે તો જ તેઓ ઇમિગ્રેશનની તાજામાં તાજી માહિતી ધરાવતા હશે.

તમારા જેવો કેસ અગાઉ સંભાળ્યો છે કે કેમ તે પૂછવું જોઈએ. ઇમિગ્રેશનમાં બહુ બધા મુદ્દા હોય છે અને તેથી તમારા જેવા જ કિસ્સામાં અગાઉ કામ કર્યું હોય તો તે અનુભવ ઉપયોગી થતો હોય છે.

એ પણ પૂછી લો કે તમારા કેસનો નિકાલ આવે ત્યાં સુધી શું એક જ એટર્ની સાથે સંપર્કમાં રહેવાનું થશે કે કેમ. લો ફર્મમાં તમારો કેસ કોણ કોણ સંભાળવાનું છે તે ખાસ પૂછી લો. સપોર્ટ સ્ટાફ ઘણી વાર મૂલ્યવાન કામ કરતો હોય છે, પરંતુ તમારો કેસ ચોક્કસ કોણ સંભાળશે તે જાણી લેવું જરૂરી છે.

તમે આમાં કેવી રીતે મદદ કરી શકશો એવો પ્રશ્ન એટર્નીને પૂછી લેવો જોઈએ. આ સાધારણ પ્રશ્ન લાગશે, પરંતુ તેનો જવાબ ઘણી વાર અગત્યનો સાબિત થતો હોય છે. તે જવાબના આધારે તમે એટર્ની કઈ રીતે સંવાદ કરે છે અને ક્લાયન્ટને સંભાળે છે તેનો અંદાજ આવી શકશે. એટર્ની કેવી રીતે વિચારી રહ્યા છે તેનો અણસાર પણ તમને મળી શકશે. તમારા કેસમાં જરૂરી હોય તેવા પ્રકારની સુનાવણી તેઓ સંભાળી શકે તેમ છે તેનો અંદાજ તમને આવી શકશે. તમારો કેસ હાથમાં લીધા પછી એટર્ની શું કરશે તેનો ખ્યાલ પણ આ જવાબ પરથી જ આવશે.

તમારા કેસની કેવી કેવી બાબતો કેમ સંભાળવાની રહેશે? શું કેટલાક દસ્તાવેજો અને કાગળિયા તમારે કરવાના રહેશે કે બધું પેપરવર્ક તમારે કરવાનું રહેશે? સુનાવણી વખતે તમારે હાજર રહેવું પડશે કે તમારા વતી રજૂઆતો થશે? આ બધા પ્રશ્નોને કારણે સ્પષ્ટતા આવે છે અને તમારી અપેક્ષાઓ શું શું હશે તે સ્પષ્ટ થઈ જાય છે.

અંદાજે કેટલો સમય કેસમાં લાગશે તે પણ પૂછી લેવું જોઈએ. તેના કારણે તમે તૈયારીઓ કરી શકો. કેટલો સમય રાહ જોવી પડશે તેનો અંદાજ આવે તો તમે શાંત ચિત્તે આયોજન કરી શકો.

ચાર્જ બાબતમાં પણ સ્પષ્ટપણે પૂછી લેવું જોઈએ. એટર્ની સેવાના બીલ કેવી રીતે આવશે અને કેટલા આવશે. કેસ દરમિયાન ક્યારે કેવી ફી ભરવાની રહેશે તે સહિતની નાણાકીય બાબતો પણ જાણી લેવી જોઈએ.

ઇમિગ્રેશન લો એટર્નીઝ

આ પ્રકારના સવાલો તમારે પૂછવા જોઈએ અને આવા જ બીજા કોઈ સવાલો અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ વિશે તમે જાણવા માગતા હો તો અમને પૂછી શકો છો. NPZ Law group-VISASERVE  ખાતેના અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સ તમને માર્ગદર્શન આપી શકે છે. તે માટે ઇમેઇલ કરો [email protected] પર અથવા ફોન કરો -201-670-0006  (x 104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here