કાશ્મીરના મુદા્ બાબત આખી દુનિયામાં ખોટો પ્રચાર કરનાર પાકિસ્તાનને યુરોપની સંસદમાં પરાજય જ મળ્યો …

0
962

કાશ્મીરના મુદે્ આખા વિશ્વના રાષ્ટો સમક્ષ કોટી રજૂઆત અને દુષ્પ્રચાર કરીને આ સવાલને આંતરરાષ્ટ્રીય તક્તા પર લઈ જવાના કાવતરા કરનારા પાકિસ્તાનને યુરોપની સંસદમાં પણ જાકારો મળ્યો છે. યુરોપની સંસદમાં પણ અનેક સાંસદોએ એક સૂરમાં પાકિસ્તાનના વલણની જોરદાર ઝાટકણી કાઢી હતી. પોલેન્ડના નેતા સંસદમાં વકતવ્ય આપતાં જણાવ્યું હતું કે, ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. જમ્મુ- કાશ્મીરમાં થતી આતંકવાદી ઘટનાઓ પર દુનિયાએ ધ્યાન આપવાની જરૂર છે. આ આતંકીઓ કંઈ ચંદ્ર પરથી નથી ઉતરી આવતા, આ આતંકીઓ પાકિસ્તાન દ્વારા જ ભારતમા મોકલવામાં આવે છે. યુરોપિયન સંસદે 11 વરસમાં પ્રથમ વાર કાશ્મીરના મુદા્ પર ચર્ચા કરી હતી. યુરોપિયન સંસદે ખુલ્લા મનથી ભારતને સમર્થન આપ્યું હતું. ઈટાલીના નેતા અને યુરોપિયન યુનિયનના સંસદ ફુલવિયોએ ઝણાવ્યું હતું કે, પાકિસ્તાન વારંવાર પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાન જ આતંકીઓને તાલીમ આપીને યુરોપમાં આતંકી હુમલાઓ કરાવે છે. 

 પાકિસ્તાનના બદઈરાદાની તેમજ નાટકબાજીની જાણ હવે સમગ્ર વિશ્વને થઈ ગઈ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here