કઠુઆની ઘટના શરમજનક, મહિલાઓ અને દીકરીઓ સાથે ફરીવાર આવું અઘટિત કૃત્ય ન થાય એ જોવાની આપણા  સહુની જવાબદારી છે – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી

0
931

 

કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીમાં સંબોધન કરતાં જમ્મુ- કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ કઠુઆ ગેન્ગ રેપ- હત્યાના બનાવને સમગ્ર દેશમાટે શરમજનક હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ કોવિંદજીએ જણાવ્યું હતું કે, હાલમાં જ એક બાળકીની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી. આ હત્યા એટલી ક્રૂર હતી કે તેની કલ્પના પણ ના થઈ શકે.

જમ્મુ – કાશ્મીરની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિજીએ કહ્યું હતુંકે, વિશ્વમાં સૌથી સુંદર વસ્તુ હોય છે માસૂમ બાળકનું સ્મિત. આપણા બાળકો સુરક્ષિત રહે એજ આપણી સૌથી મોટી સફળતા ગણાય. દરેક બાળકને સુરક્ષા- સલામતી અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવું તે સમાજનું ઉત્તરદાયિત્વ હોય છે. દેશના કોઈ પણ ખૂણામાં કયાંક ને કયાંક આપણ બાળકો આ પ્રકારની ઘટનાનો ભોગ બની રહ્યા છે. ભારતની સ્વતંત્રતાના 70 વરસ બાદ પણ ભારતમાં આ પ્રકારની ક્રૂર અને અધમ ઘટના  સર્જાઈ રહી છે તે ખરેખર શરમજનક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here