ઓસ્ટ્રેલિયામાં ૧૫૦ એકર જમીનમાં ૬૦૦ કરોડના ખર્ચ વિશ્વનું સૌથી ઊંચું રામમંદિર બનશે

પર્થઃ ૨૨ જાન્યુઆરીએ અભિષેક કર્યા બાદ શ્રી રામ લલ્લા તેમના મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં પણ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. લગભગ ૭૨૧ ફૂટની ઊંચાઈ ધરાવતું આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં શ્રી રામ વૈદિક એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. શ્રી સીતારામ ટ્રસ્ટના ડેપ્યુટી હેડ ડો. હરેન્દ્ર રાણાએ જણાવ્યું કે પર્થ શહેરમાં ૧૫૦ એકર જમીન પર ૬૦૦ કરોડ રૃપિયાના ખર્ચે શ્રી રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ ટ્રસ્ટના ચેરમેન ડૉ.દિલાવર સિંહ છે, જેઓ છેલ્લા ૩૫ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. મંદિર પરિસરમાં હનુમાન વાટિકા, સીતા વાટિકા, જટાયુ બાગ, શબરી વન, જામવંત સદન, નલ નીલ ટેકનિકલ અને ગુરુ વશિષ્ઠ નોલેજ સેન્ટર હશે.- મંદિર પરિસરમાં એક મીણબત્તી મંડપ, ચિત્રકૂટ વાટિકા, પંચવટી વાટિકા ગાર્ડન અને પ્રસ્તાવિત રામ નિવાસ હોટલ પણ બનાવવામાં આવશે.- મંદિરમાં સીતા રસોઇ રેસ્ટોરન્ટ, રામાયણ સદન લાઇબ્રેરી અને તુલસીદાસ હોલ જેવા સાંસ્કૃતિક સ્થળો પણ બનાવવામાં આવશે. મંદિર પરિસરમાં ૫૫ એકર જમીન પર સનાતન વૈદિક યુનિવર્સિટી બનાવવામાં આવશે. આ સાથે હનુમાન વાટિકામાં હનુમાનની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.-મંદિરમાં શિવ સપ્ત સાગર નામનું તળાવ બનાવવામાં આવશે, જેમાં ભગવાન શિવની ૫૧ ફૂટની પ્રતિમા હશે.- મંદિરમાં આધ્યાત્મિક સ્થાનો હશે જેમાં યોગ કોર્ટ, મેડિટેશન કોર્ટ, વેદ લર્િંનગ સેન્ટર, રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમ હશે. મંદિરમાં ટેક્નોલોજી ગાર્ડન જેવા વિસ્તારો સાથે કેટલાક ટેકનિકલ પાસાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. ટ્રસ્ટે કહ્યું કે મંદિરના નિર્માણમાં ‘ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ’નું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાયો-સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સોલાર એનર્જી પ્લાન્ટનો પણ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.-વૈદિક પુસ્તકોના અભ્યાસ અને પ્રચાર માટે વાલ્મિકી સેન્ટર પણ બનાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here