ઉત્તર કોરિયાના સરમુખત્યારે પરમાણુ હુમલો કરવાની આપી ધમકી

પ્યોંગયાંગ: વિશ્વમાં હાલમાં બે યુદ્ધ ચાલી રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે બે વર્ષથી યુદ્ધચાલી રહ્યું છે ઇઝરાયલ-હમાસ વચ્ચેનો નરસંહાર પણ વૈશ્વિક ચિંતાનો વિષય છે. એવા સમયે ઉત્તર કોરિયાના ક્રેઝી સરમુખત્યાર કિંમ જોંગની ધમકીએ દુનિયાને ડરાવી દીધી છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કોરિયાના સરમુખત્યારે કહ્યું કે તેમના દેશની નીતિ એવી છે કે જો ઉશ્કેરવામાં આવશે તો તે પરમાણુ હુમલો કરવામાં જરાય ડરશે નહીં. હકીકતમાં અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે મળીને પરમાણુ યોજના પર કામ કરી રહ્યા છે, જેને કારણે કિમ જોંગ નારાજ છે. કિમ જોંગની ધમકીથી જાપાન, અમેરિકા અને દ. કોરિયાના પેટમાં ફાળ પડી છે. તમને ખબર છે કે ઉત્તર કોરિયાએ નામ લીધા વગર તેમની પર જ નિશાન સાધ્યું છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સંયુક્ત સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે, જેને કારણે ઉત્તર કોરિયા નારાજ છે. ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયા પરમાણુ હુમલાથી બચવા માટે રણનીતિ ઘડવા માટે બેઠક કરી રહ્યા છે. જો કે, ઘણા વિદેશી નિષ્ણાતોનો દાવો છે કે ઉત્તર કોરિયા પાસે હજુ પણ પરમાણુ મિસાઈલ ચલાવવાની ટેક્નોલોજી નથી, તેથી તે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકશે નહીં.ઉત્તર કોરિયાએ તાજેતરમાં જ તેની લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here