અફઘાનિસ્તાનમાં તાલીબાન દ્વારા અપહરણ કરાયેલા સાત એન્જિનિયરોને છોડાવવા માટે સુષમા સ્વરાજે અધિકારીઓની એક વિશેષ ટીમ મોકલી

0
951
Reuters

અફઘાનિસ્તાનના બગલાન શહેર ખાતે સાત ભારતીય ઈજનેરોનું તાલીબાનોએ અપહરણ કર્યું હતું. આ સાતે ઈજનેરો આરપીજી ગ્રુપની કંપની કેઈસી ઈન્ટરનેશનલ દ્વારા નિર્માણાધીન વિદ્યુત ઉપકેન્દ્ર નિર્માણ પરિયોજનામાં કામગીરી બજાવી રહ્યા હતા. અફઘાનિસ્તાનમાં અપહરણ કરાયેલા ઉપરોક્ત સાત ઈજનેરોને તાલીબાનોના કયા જૂથે પકડી લીધા છે તે અંગે માહિતી મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. ભારતના વિદેશમંત્ર્યાલય દ્વારા એક વિશેષ ટીમને અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવી છે. આ ટીમ અફઘાનિસ્તાની અધિકારીઓની સહાયથી અફઘાનિસ્તાનના અલગ અલગ વિસ્તારમાંઆવેલા કબીલાઓના સરદાર સાથે ચર્ચા- વિચારણા અને પૂછપરછ કરી રહી છે. આશરે 150 વ્યક્તિઓની જુદી જુદી ટીમો આ અભિયાનમાં કામગીરી કરી રહી છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે અફઘાનિસ્તાનના વિદેશમંત્રી સલાહુદ્દીન રબ્બાની સાથે ચર્ચા કરી લીધી હતી. આતંકી સંગઠને ભારતના ઈજનેરોને અફઘાની કમર્ચારી સમજીને ભૂલથી પકડી લીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અફઘાનિસ્તાનના વિદેશમંત્રી રબ્બાનીએ એવી ખાત્રી આપી છે કે ભારતના ઈજનેરોને જલદીથી તાલીબાનોના સકંજામાંથી છોડાવવામાં આવશે. અફઘાનિસ્તાનના સ્થાનિક કબીલાઓના આગેવાનો – સરદારોની મધ્યસ્થી દ્વારા ઈજનેરોને મુક્ત કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here